સિઓલ: દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં હેલોવીન ઉત્સવ દરમિયાન ભાગદોડમાં ઓછામાં ઓછા 59 લોકોના મોત થઈ ગયા છે અને 150 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. શરૂઆતની જાણકારી મુજબ, ભાગદોડ થવાથી ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને સીપીઆર આપવામાં આવ્યો અને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા.
ADVERTISEMENT
સાંકળી ગલીમાં ઘુસી ગયેલી ભીડમાં ભાગદોડ મચી
અધિકારીઓએ જણાવ્યું કે, માનવામાં આવી રહ્યું છે કે સિઓલના મુખ્ય પાર્ટી સ્પોટ હેમિલ્ટન હોટલ તરફ જઈ રહેલા લોકોની ભીડ એક સાંકળી ગલીમાં ઘુસી ગઈ અને આ દરમિયાન ભાગદોડ મચી જેમાં લોકો ઘાયલ થયા હતા.
રસ્તા પર જ લોકોને સીપીઆર આપવો પડ્યો
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ઈટાવોના રસ્તા પર સેંકડો લોકોને સીપીઆર આપવામાં આવી રહ્યો છે. જ્યારે અન્ય ઘણા લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યો છે,
કાર્યક્રમમાં 1 લાખ લોકો જોડાયા હતા
સ્થાનિક સમાચાર આઉટલેટ્સ મુજબ કાર્યક્રમમાં લગભગ 1 લાખ લોકો સામેલ થયા હતા. આ તમામ શનિવારે રાત્રે હેલોવીન ઉજવવા માટે મેગાસિટીના કેન્દ્રિય જિલ્લા ઈટાવનમાં એકઠા થયા હતા.
શું હોય છે હેલોવીન કાર્યક્રમ?
નોંધનીય છે કે, હેલોવીન દુનિયાના ઘણા પશ્ચિમી દેશોમાં ઉજવવામાં આવે છે. હાલમાં તો આ ફેસ્ટિવલને દુનિયાના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. કહેવાય છે કે હેલોવિનની રાત્રે ચંદ્ર પોતાના નવા અવતારમાં દેખાય છે.
ADVERTISEMENT