વડોદરામાં ભાજપના કોર્પોરેટરના ભાઈના ઘરમાં બંદૂકના નાળચે લૂંટ, લૂંટારુઓ ફરાર

દિગ્વિજય પાઠક , વડોદરા: રાજ્યમાં દિવસે ને દિવસે ગુન્હાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન વડોદરામાં બંધુકની અણીએ લુંટની ઘટના સામે આવી છે. વાસણા…

gujarattak
follow google news

દિગ્વિજય પાઠક , વડોદરા: રાજ્યમાં દિવસે ને દિવસે ગુન્હાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન વડોદરામાં બંધુકની અણીએ લુંટની ઘટના સામે આવી છે. વાસણા વિસ્તારમાં રિવોલ્વરની અણીએ ભાજપ કોર્પોરેટરના ભાઈના ઘરમાં લુંટ ઘટના બની છે. ગઇકાલે સાંજે 8 વાગ્યે વાસણા ભાયલી રોડ પર એકમુદ્રા સોસાયટીમાં સાંજે 8 વાગ્યે લૂંટારૂએ બંદૂકનીઅણીએ 50 તોલા સોનુ અને રોકડની લૂંટી ફરાર થયા હતા.

વડોદરામાં ફિલ્મી ઢબે લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં વાસણા ભાયલી રોડ પર એકમુદ્રા સોસાયટીમાં રહેતા ભાજપના કોર્પોરેટર સંગીતાબેન પટેલના ભાઈ દિપક પટેલના ઘરમાં લુટારુઓએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી છે. દંપતીને ઘરમાં બંધક બનાવી ત્રણ લૂંટારૂઓએ કરી લુંટ ચલાવી છે. દંપતીને લુટારુઓએ રિવોલ્વર બતાવી અંદાજિત 50 તોલા સોના અને રોકડની લૂંટ ચલાવી ફરાર થયા છે. ઘટનાના પગલે પરિવારે 3 બંદૂકધારી લૂંટારૂ સામે ફરિયાદ નોધી છે. ઘટનાની જાણ થથાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર તપાસ હાથ ધરીહતી. પોલીસે તહેવારો આવતા આંતર રાજ્ય ગેંગ સક્રિય થઈ હોવાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે.

ધમકી આપી તિજોરીની ચાવી લીધી
ઘટના અંગે ભોગ બનનાર દંપતીએ કહ્યું કે, ઘરમાં અચાનક લૂંટારૂઓએ પ્રવેશ કર્યો અને દિપક પટેલને લૂંટારૂઓએ માર માર્યો અને દોરીથી બાંધી દીધા હતા. મારવાની ધમકી આપી તિજોરીની ચાવી લઈ લૂંટ ચલાવી હતી. લુટારુઓ હિન્દીમાં કરતા હતા વાત.

નાકાબંધી કરી તપાસ શરૂ કરી
પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસની વિવિધ ટીમો લૂંટારુઓને પકડવા કામે લાગી છે અને ચક્રો ગતિમાન કર્યા છે. શહેર અને જિલ્લામાં નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

    follow whatsapp