3 વાગ્યા સુધીમાં 50.51 ટકા મતદાન નોંધાયું, જાણો સૌથી વધુ કયા જિલ્લામાં થયું વોટિંગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાન અમતડાં માટે અંતિમ 2 કલાક બાકી છે ત્યારે આજે બીજા તબક્કાની ચૂંટણી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાન અમતડાં માટે અંતિમ 2 કલાક બાકી છે ત્યારે આજે બીજા તબક્કાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે.  આ ઉમેદવારો માટે બપોરના 3 વાગ્યા સુધીમાં 50.51 ટકા જેટલું મતદાન થયું છે. રહીમ સૌથી વધુ મતદાન સાબરકાંઠા જિલ્લામાં થયું છે. સાબરકાંઠામાં  57.23 ટકા મતદાન થયું છે.

 

બપોરે 3 વાગ્યા સુધી મતદાન 

  • અમદાવાદ – 44.67%
  • આણંદ – 53.75%
  • અરવલ્લી – 54.19%
  • બનાસકાંઠા – 55.52%
  • છોટાઉદેપુર – 54.40%
  • દાહોદ – 46.17%
  • ગાંધીનગર – 52.05%
  • ખેડા – 53.94%
  • મહેસાણા – 51.33%
  • મહિસાગર – 48.54%
  • પંચમહાલ – 53.84%
  • પાટણ – 50.97%
  • સાબરકાંઠા – 57.23%
  • વડોદરા – 49.69%
  • રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં કુલ મતદાન આશરે 50.51 ટકા થયું છે.

 

ગુજરાતની બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 2,51,58,730 મતદારો છે. જે પૈકીના 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. તેમાંથી સાવ નાની વયના મતલબ કે 18થી 19 વર્ષની ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 5,96,323 છે. જ્યારે 99 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વડીલ મતદારોની સંખ્યા 5412 છે. સેવા મતદારોની કુલ સંખ્યા 18271 છે, જ્યારે એનઆરઆઈ મતદારોની સંખ્યા કુલ 660 છે.

    follow whatsapp