Ahmedabad Accident News: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ધોળકાના પુલેન સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 5 લોકોના ઘટના સ્થળે જ કમાકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. તો 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ધોળકાના પુલેન સર્કલ પાસે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસીને રાણપુર જઈ રહ્યા હતા, આ દરમિયાન અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ બંધ પડેલા ડમ્પરની પાછળ બોલેરો કાર ઘુસી ગઈ હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ડમ્પરની પાછળ બોલેરો કાર ઘુસી ગઈ
તો આ અકસ્માતની પોલીસની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં બોલેરો કારનો કચ્ચણઘાણ વળી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં બોલેરો કારમાં સવાર નીતિશ નાનસિંહ ભીલવાડ, દિલીપ નાનસિંહ ભીલવાડ, રાહુલ ખુમસિંહ ભીલવાડ, પ્રમોદ ભરતભાઈ ભીલવાડ, રાજુ માનસિંહ ખંડાર નામના 5 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા.
5 લોકોના મોત-2 ઈજાગ્રસ્ત
જ્યારે મનીષા નીતિશભાઈ ભીલવાડ અને રામચંદ્ર નીતિશભાઈ ભીલવાડને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT