ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ગ્રામીણ અને આંતરિયળ વિસ્તારોમાં હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે અને તેનો ભરપૂર ફાયદો ભુવાઓ ઉપાડી રહ્યા છે. ત્યારે 82 વર્ષ અગાઉ તમારા ઘરમાં માતા મૂકેલી છે, ચેહર માની બાધા-આખડી રાખવી પડશે તો જ તમારું દુઃખ દૂર થશે,નહીંતર મોટું નુકસાન થશે. તેવો ભય બતાવી પાંચ જેટલા ભુવાઓએ નવરાત્રી સમયમાં બે ભાઈઓ પાસેથી એક કરોડની માંગણી કરી દેવુ કાઢવા પેટે ₹35 લાખની રકમ પડાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.જોકે આ મામલે તે બાદ પીડિતોને છેતરાયાનો અહેસાસ થતાં મોડે મોડે હવે ધાનેરા પોલીસમાં પાંચ જેટલા ધાનેરા અને થરાદના આરોપીઓ એવા ભુવાઓ સામે ફરિયાદ નોંધાઇ છે.
ADVERTISEMENT
ભુવાજીની છેતરપિંડીનો શું છે સમગ્ર મામલો?
આ કઠિત ક્રાઈમ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગોળા ગામે થયું છે. આ ક્રાઈમમાં પાંચ જેટલા ભુવાજીઓ એક સાથે સંપ કરી છેતરપિંડીના ઇરાદે પીડિતો પાસે પહોંચ્યા હતા અને ‘તમારા ઘરમાં 82 વર્ષ અગાઉ માતા મૂકી છે. અને તેના લીધે દેવ દુખથી તમારો પરિવાર દુઃખી છે.આ દુઃખ મોટું છે તેને કાઢવા માટે ચેહર માતાની બાધા રાખવી પડશે,’ તેવી વાત કરી પરિવારને છેતરવા કારસો રચ્યો હતો. તે બાદ પરિવારના બે ભાઈઓને વિશ્વાસમાં લીધા હતા અને એક કરોડ જેટલો ખર્ચો થશે તેવું પણ જણાવ્યું હતું. જોકે નસીબજોગે પરિવારને દુઃખમાં રાહત મળતાં, આ તકનો લાભ ભૂવાજીએ લીધો હતો અને ચેહર માતાની બાધા પૂરી કરવી પડશે નહિતર પાછું મોટું દુઃખ આવશે તેમ કહી,પરિવારને ડરાવ્યો હતો.
તે રીતે સંત બનેલા આ ભુવાજીઓએ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને દુઃખ દર્દ દૂર કરવાની વિધિના ખર્ચ પેટે પીડિત પરિવારના બે ભાઈઓ પાસેથી પૈસા પડાવ્યા હતા. જેમાં પીડિત બે ભાઈઓએ ઉછીના લાવી ગત 11 ડિસેમ્બરે ભૂવાજીઓને 20 તેમજ 15 લાખ મળી તબક્કાવાર રૂ.35 લાખ રોકડા આપ્યા હતા, તેમજ 1.70 લાખ કિંમતની ચાંદીની પાટો વિધિ પેટે ભયભીત બની આપી હતી. જોકે આ તમામ રોકડ રકમ અને ચાંદીની પાટો લઈ આ પાંચેય ભુવાજીઓ રફુચક્કર થઈ ગયા હતા.
પરિવારે 38 સેકડનો વીડિયો પીડિતોએ પોલીસેને સોંપ્યો
આ કામમાં પીડીતો સાથે દેવદુઃખનો ભય બતાવી છેતરપિંડી કરનાર આ ભુવાજીઓનો 38 સેકન્ડનો એક વિડીયો પણ પીડિતોએ જે-તે વખતે ઉતારેલો છે.અને આજ વિડીયો ફરિયાદનો મુખ્ય દસ્તાવેજી પુરાવો છે. વીડિયોમાં ઠગ ભુવાઓ તેમજ પરિવારના સભ્યો દેખાય છે એક યુવા ભુવો ધુણતો દેખાય છે. જેની સામે થાળમાં 500 – 500 નોટોના બંડલ સાથે ચલની નોટો અને કંકુ ચોખા દેખાય છે.આ વીડિયો સ્પષ્ટ પુરાવો આપે છે કે આરોપી ભુવાઓ અહીં આવ્યા હતા, ધુણ્યા હતા, પીડિતોને દેવદુઃખનો ભય બતાવી છેતર્યા હતા અને લાખોની રકમ પડાવી હતી.
ભુવાજીનો શોધવા પોલીસે કવાયત હાથ ધરી
આ ક્રાઈમ બાબતે ધાનેરા પીઆઇ એ.ટી પટેલે વિવિધ ટીમો બનાવી છે.અને આ ટીમો હવે આ પાંચ ભુવાજીઓ કે જેમને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા પરિવારને ખોટો ભય બતાવી પીડિત પરિવારને છેતરી, તેમની પાસેથી 35 લાખ રૂપિયા પડાવી ગુનો નોંધ્યો છે. સાથે જ તેમને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે.
પરિવારે વિજ્ઞાનજાથાની મદદ માગી
બનાસકાંઠા જિલ્લામાં ગામડાઓમાં આ પ્રમાણે અંધશ્રદ્ધાના નામે અનેક ભુવાઓ સક્રિય બન્યા છે.અને તાંત્રિક વિધિઓના નામે લોકોને ડરાવી,ધમકીઓ પૈસા પડાવી રહ્યા છે. હાલનો આ પ્રસ્તુત કિસ્સો ગ્રામીણ વિસ્તારમાં રહેતા અને ભુવજીઓના પ્રભાવમાં રહેલ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ત્યારે આ કેસમાં પીડિત પરિવારોએ વિજ્ઞાનજાથાના એડવોકેટ જયંત પટેલનો પણ સંપર્ક કરી, મદદ માટે અપીલ કરી હોવાનું જાણવા મળેલ છે.
ADVERTISEMENT