અમદાવાદ: ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે સવારે 10 વાગ્યા સુધીમાં 5.03 ટકા મતદાન તમામ 89 બેઠકો પર થયું હતું.
ADVERTISEMENT
LIVE અપડેટ્સ:
- ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રિવાબા સાથે જઈને મતદાન કર્યું હતું.
- ભાજપના સાંસદ અને આદિવાસી નેતા મનસુખ વસાવાએ કર્યું મતદાન
- ધ્રાગધ્રા ખાતે ભાજપના નેતા આઇ.કે. જાડેજાએ મતદાન કરી ભાજપની જીલ્લાની પાંચ સીટની જીતની આશા વ્યક્ત કરી
- વરાછાથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ શિવ પૂજા કર્યા બાદ મતદાન કર્યું.
- ભરુચમાં અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે મતદાન કર્યું.
આ 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે
- મતદાર ફોટો ઓળખપત્ર,
- આધાર કાર્ડ,
- મનરેગા જોબ કાર્ડ,
- પાન કાર્ડ બેંક,
- પોસ્ટ ઓફિસની પાસબૂક(ફોટોગ્રાફ સાથે),
- શ્રમ મંત્રાલયે આપેલા હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ,
- ડ્રાઈવીંગ લાઈસન્સ,
- પાસપોર્ટ,
- કેંદ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/પબ્લીક લિમિટેડ કંપનીઓએ આપેલ ઓળખપત્ર(ફોટોગ્રાફ સાથે),
- નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાએ આપેલા સ્માર્ટ કાર્ડ,
- પેન્શન દસ્તાવેજ(ફોટોગ્રાફ સાથે),
- સંસદસભ્ય/ધારાસભ્ય/વિધાન પરિષદના સભ્યોને આપેલ અધિકૃત ઓળખપત્ર
ADVERTISEMENT