તુર્કીમાં ગુજરાતી વિદ્યાર્થીઓની કારનો ભયાનક અકસ્માત, સામ સામે બે કાર અથડાતા 4નાં મોત

તુર્કી: તુર્કીમાં એક ગમખ્વાર કાર અકસ્માતમાં ચાર ગુજરાતી આશાસ્પદ યુવાઓના મોત થયા છે. તુર્કીની હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી ગુજરાતી યુવતી પોતાના મિત્રો સાથે ફરવા માટે…

gujarattak
follow google news

તુર્કી: તુર્કીમાં એક ગમખ્વાર કાર અકસ્માતમાં ચાર ગુજરાતી આશાસ્પદ યુવાઓના મોત થયા છે. તુર્કીની હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી ગુજરાતી યુવતી પોતાના મિત્રો સાથે ફરવા માટે નીકળી હતી. દરમિયાન સામ સામે બે કાર અથડાતા યુવતી સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે યુવકો પોરબંદરના છે, જ્યારે બે યુવતીઓમાંથી એક વડગામ અને એક પાલનપુરની છે. તો બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વહેલી સવારે 3.40 વાગ્યે થયો અકસ્માત
તુર્કીશ મીડિયા રિપોર્ટ મુજબ, અકસ્માતની આ ઘટના ક્લેપિની ગામ નજીક કાઈરેનિઆ અને કાઈથ્રેઆ હાઈવે પર વહેલી સવારે 3.40 વાગ્યે બની હતી. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ, કાર ચાલકે કાબુ ગુમાવતા કાર સામેની લેનમાં આવી ગઈ હતી અને અન્ય કાર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ચાર ગુજરાતીઓના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કારમાં સવાર 4 ગુજરાતીઓના મોત
તુર્કીની પોલીસ મુજબ, હાલમાં તેઓ અકસ્માતને લઈને તપાસ કરી રહ્યા છે. મૃતકોમાં 40 વર્ષના પ્રતાપભાઈ કારાવદરા, 21 વર્ષનો જયેશ અગથ, 21 વર્ષની અંજલી મકવાણા અને પુષ્ટિબેન પાઠક સામેલ છે. વિગતો મુજબ, અંજલી છેલ્લા એક વર્ષથી તુર્કીમાં અભ્યાસ કરતી હતી અને ગત રોજ રજા હોવાથી તે ગુજરાતી મિત્રો સાથે કાર લઈને ફરવા માટે નીકળી હતી.

સંતાનોના મોતથી પરિવારજનો આઘાતમાં
તો બીજી તરફ ગુજરાતમાં રહેતા પરિવારજનોને સંતાનોના મોતની ખબર મળતા શોકનું ઘેરું મોજું ફરી વળ્યું છે. હાલમાં તો પરિવારજનો પોતાના વ્હાલસોયા સંતાનોના મૃતદેહ તેમને જલ્દી પાછા મળે તેવી આશા રાખીને બેઠા છે.

    follow whatsapp