ચૂંટણી પહેલા Congress વધુ એક મોટો ઝટકો? PMની હાજરીમાં આ ચાર ધારાસભ્યો કેસરીયા ધારણ કરશે!

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખોની જાહેરાત ગણતરીના દિવસોમાં જ થઈ શકે છે. એવામાં પક્ષ પલટાની પણ સીઝન ચાલી રહી છે.…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખોની જાહેરાત ગણતરીના દિવસોમાં જ થઈ શકે છે. એવામાં પક્ષ પલટાની પણ સીઝન ચાલી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ઘણા નેતાઓ ભાજપ તથા AAPમાં જોડાયા, આ વચ્ચે કોંગ્રેસના વધુ ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટમાં PM મોદીની જાહેરસભા દરમિયાન જ આ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચા વર્તૂળોમાં ઉઠી છે.

PMની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જામકંડોરણામાં તેઓ જાહેરસભાને સંબોધવાના છે, એવામાં સૂત્રો મુજબ કોંગ્રેસથી નારાજ ચાર ધારાસભ્યો PMની હાજરીમાં કેસરીયા ધારણ કરી શકે છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર અને જામકંડોરણાના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પાર્ટીથી નારાજ હોવાની ચર્ચાઓ લાંબા સમયથી છે. એવામાં તેઓ હવે ભાજપમાં જઈ શકે છે.

કોંગ્રેસથી નારાજ હતા ધારાસભ્યો
તાજેતરમાં જ રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર કિર્તીદાન ગઢવીના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે એક જ સ્ટેજ પર દેખાયા હતા. જે બાદ તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ચારેય ધારાસભ્યો લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ છે. જોકે કોંગ્રેસે તમામ ધારાસભ્યોની ટિકિટ રિપીટ કરવાની જાહેરાત કરી દીધી છે. એવામાં આ નેતાઓની ટિકિટની વિધિવત જાહેરાત પહેલા ત ભાજપ મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે.

    follow whatsapp