નવી દિલ્હી : માઉન્ટ એવરેસ્ટ પૃથ્વી પરનો સૌથી ઉંચો પહાડ છે. ટ્વીટર પર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિશ્વના સૌથી ઉંચા પહાડને ટોચ પરથી 360 ડિગ્રી વ્યુ દેખાડવામાં આવી રહ્યો છે. તેમાં એવરેસ્ટના સૌથી ઉંચા શીખ પર કેટલાક પર્વતારોહકો દેખાઇ રહ્યા છે. જે પોતે આ વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયોને 30 લાખ કરતા વધારે વ્યુ મળી ચુક્યાં છે. 238 કોમેન્ટ્સ આવી ચુક્યા છે. સાથે જ 4 હજાર કરતા વધારે રીટ્વીટ થઇ ચુક્યા છે. માઉન્ટ એવરેસ્ટ વિશ્વની છત કહેવામાં આવે છે. એવરેસ્ટ હમેશા ચર્ચામાં રહે છે. પરંતુ તેના વિશે કેટલાક રસપ્રદ તથ્યો પણ છે.
ADVERTISEMENT
માઉન્ટ એવરેસ્ટ પર અત્યાર સુધીમાં કુલ 4 હજાર કરતા વધારે લોકો 9 હજાર કરતા વધારે વખત ફતેહ કરી ચુક્યા છે. ભયાનક ઠંડી અને ઓક્સિજનના ઓછા પ્રમાણને કારણે માઉન્ટ એવરેસ્ટ વિશ્વના સૌથી ખતરનાક પહાડો પૈકીનો એક માનવામાં આવે છે. તેને ચોમોલંગમા અથવા કોમોલંગમા અથવા સાગરમાથા પણ કહેવામાં આવે છે.
આ નેપાળ અને ચીન સીમા પર આવેલું છે. તિબેટીયન ભાષામાં ચોમોલાગમાં અથા કોમોલાંગમાં કહે છે. જેનો અર્થ થાય છે કે, તે પૃથ્વીની માતા છે. બીજી તરફ નેપાળી ભાષામાં તેને સાગરમાથા કહે છે. એટલે કે આકાશનો ભગવાન. પશ્ચિમી દેશોમાં જ્યોર્જ એવરેસ્ટના નામ પર તેનું નામ એવરેસ્ટ રાખવામાં આવ્યું છે. કારણ કે તેણે 19 મી સદીમાં હિમાલયનો સર્વે કર્યો હતો.
માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઉંચો પહાડ નથી. માઉન્ટ એવરેસ્ટ સમુદ્રની સપાટીથી સૌથી ઉંચો પહાડ છે. જો કે હવાઇમાં આવેલો માઉના કિયા સૌથી ઉંચો પહાડ છે. એટલે કે તેને બેસથી ટોપ સુધી તે 10,210 મીટર ઉંચો છે. જો કે સમુદ્રની સપાટી પરથી તેની ઉંચાઇ માત્ર 42-5 મીટર છે. ધરતીના કેન્દ્રથી માઉન્ટ એવરેસ્ટ સૌથી દુર નથી. પૃથ્વીના કેન્દ્રથી સૌથી દુર જો કોઇ સૌથી ઉંચો પહાડ હોય તો તેઓ દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરનો માઉન્ટ ચિમબોરાજો છે. તેની ઉંચાઇ 6310 મીટર છે.
માઉન્ટ એવરેસ્ટ દર શિયાળે 40 સેન્ટીમીટર તેની ઉંચાઇ વધી જાય છે. હિમાલયનું નિર્માણ યુરેશિયા પ્લેટ પર ઇન્ડિયન પ્લેટ વચ્ચે થયેલી ટક્કરના કારણે બન્યો હતો. દર વર્ષે 4 મિલિમીટર અને શિયાળા દરમિયાન 40 સેન્ટીમીટર ઉંચો થઇ જાય છે. એટલે કે 100 વર્ષમાં તે 16 ઇંચ વધે છે.
માઉન્ટ એવરેસ્ટ પર પહેલીવાર સમુદ્રી જીવાશ્મની ખોજ 1924 માં નોએલ ઓડેલે કરી હતી. જેના પરથી માહિતી મળી કી વિશાળકાય પહાડ આશરે 6 કરોડ વર્ષ જુનો છે. તેના ટોપ પર મળેલા લાઇમસ્ટોન અને સેડસ્ટોન આશરે 45 કરોડ વર્ષ પહેલા સમુદ્રની અંદર હતી.
ADVERTISEMENT