Uttarakhand Bus Accident: ઉત્તરાખંડનાપૌડી જિલ્લામાં બસ અકસ્માત થયો છે. જાનૈયાઓ સાથે જતી બસ ખીણમાં ખાબકતા 32 લોકોના મોત નીપજી ચૂક્યા છે. જ્યારે હજુ પણ કેટલાક લોકો હોસ્પિટલમાં એડમિટ છે. જાન લઈને પૌડીથી બીરોંખાલ ગામ જઈ રહેલી બસ 500 મીટર નીચે ખીણમાં ખાબકી હતી. બસમાં 40થી 50 જેટલા લોકો સવાર હતા.
ADVERTISEMENT
જાનૈયા ભરેલી બસ 8 વાગ્યે ખીણમાં ખાબકી હતી
માહિતી મુજબ, પૌડીના ધુમાકોટ વિસ્તાર હેઠળના તિમરી ગામ પાસે રાત્રે લગભગ 8 વાગ્યે જાનૈયા ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. સીમડી ગામ પાસે પહોંચતા જ બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને તે ખાડામાં ખાબકી હતી. ઘટનાને પગલે SDRFની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. ધૂમાકોટથી 70 કિમી આગળ તિમરી ગામમાં બસ ખાડામાં પડી હોવાની માહિતી છે.
500 મીટર ઊંડી ખીણમાં પડી બસ
ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોને બચાવીને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. SDRFની ટીમો હાલ ઘટનાસ્થળે રેસ્ક્યૂ માટે પહોંચી ગઈ છે. આ ઉપરાંત 40થી 50 કિલોમીટરના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
દુર્ઘટનાને પગલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડના પૌરીમાં થયેલો બસ અકસ્માત હચમચાવી નાખે તેવો છે. આ દુઃખની સ્થિતિમાં મારી સંવેદના પીડિતોના પરિવારજનો સાથે છે. હું ઈજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરું છું. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને પીડિતોને તમામ શક્ય મદદ પહોંચાડવામાં આવશે.
ADVERTISEMENT