રાજેશ આંબલીયા, મોરબી: માળીયા-અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે એક બાદ એક અંદાજીત 30 જેટલા વાહનો અથડાતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. આ અકસ્માતમાં 1 વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
આજે વહેલી સવારે માળીયા-અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક ગાઢ ધૂમમ્સને કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. એક પછી એક નાના મોટા 30 જેટલા વાહનો એક બીજા સાથે અથડાતા હાઇવે ઉપર બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો.
પોલીસ ઘટના સ્થળે પહોંચી
એક બાદ એક વાહનો એક બીજા સાથે અથડાતા આ અકસ્માત ની જાણ જિલ્લા ટ્રાફિક અને માળીયા પોલીસ ને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવા કામગીરી હાથ ધરી હતી.
અકસ્માતમાં એકને ગંભીર ઇજા
માળીયા-અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક ગાઢ ધૂમમ્સને કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. એક સાથે 30 જેટલા વાહનો અથડાયા હતા. ત્યારે આ અકસ્માતમાં 1 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય 3 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
આ પણ વાંચો: આ તે કેવો વિકાસ? દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં અલીગઢી તાળા, દર્દીઓની હાલત કફોડી
મોટી જાનહાનિ ટળી
સદનસીબે આ અકસ્માતના બનાવની અંદર કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માતના બનાવ બનેલ છે અને આ બનાવની તાત્કાલિક માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જાયેલા વાહનોને રોડ સાઈડમાં હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT