PSU Bank Stocks: ત્રણ સરકારી બેંકોના શેર (share) છેલ્લા 15 દિવસથી પ્રાઈઝ શોકર્સ (price shockers) બન્યા છે. આ શેરની કિંમત 70 રૂપિયા કરતા પણ ઓછી છે. આ 15 દિવસમાં IOBનો શેર 43 ટકાથી વધુ ઉછળીને 69.40 રૂપિયા પર પહોંચી ગયો છે. યુકો બેંકનો શેર અત્યારે 60.70 રૂપિયા પર છે. 15 દિવસમાં આ 42 ટકાથી વધુનો ઉછાળો છે. જ્યારે પંજાબ એન્ડ સિંધ બેંકે 37 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. હાલમાં તે 68.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
ADVERTISEMENT
IOB ના શેરની કિંમત
જો આપણે IOB ના ટેકનિકલ ટ્રેન્ડની વાત કરીએ તો આ લોન્ગ અને શોર્ટ ટર્મ બંનેમાં બુલિશ જોવા મળી મળી રહ્યો છે. આજે IOBનો શેર 2.05 ટકા વધીને રૂ. 69.70 પર ટ્રેડ કરી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેને 60 ટકાથી વધુની ઉડાન ભરી છે. છેલ્લા એક વર્ષમાં IOBએ તેના રોકાણકારોને 176 ટકાથી વધુ રિટર્ન આપીને માલામાલ બનાવી દીધા છે.
પંજાબ એન્ડ સિંધ શેરની કિંમત
ટેક્નિકલ ચાર્ટ પર પંજાબ એન્ડ સિંધ બેંક પણ બુલિશ દેખાય છે. લોન્ગ અને શોર્ટ બંને ટર્મ માટે આ શેરમાં તેજી જોવા મળી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં તે 56 ટકાથી વધુ રિટર્ન આપી ચૂક્યો છે. છેલ્લા એક વર્ષમાં તેણે 164 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. છેલ્લા છ મહિનામાં તેણે 92 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ તે રૂ. 68.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેની 52 સપ્તાહની હાઈ 77.50 રૂપિયા અને લો 23.10 રૂપિયા છે.
યુકો બેંક શેરની કિંમત
આ બેંકિંગ શેરોમાં યુકો બેંકનો પણ એક શેર છે. આજે તે 1.65 ટકાના વધારા સાથે રૂ. 61.65 પર ટ્રેડ કરી રહ્યા છે. તેની 52 સપ્તાહની હાઈ કિંમત 70.65 રૂપિયા અને લો 22.25 રૂપિયા છે. છેલ્લા 5 વર્ષોમાં આ શેરમાં 16 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં લગભગ 54 ટકાનો વધારો થયો છે. તેણે એક વર્ષમાં 141% થી વધુ રિટર્ન આપ્યું છે. ટેકનિકલ લેવલે આ શેરમાં તેજી જોવા મળી રહી છે.
નોંધ- આ લેખ આપની સામાન્ય જાણકારી માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે. અમે કોઈને ક્યાંય રોકાણ કરવાની સલાહ આપી રહ્યા નથી. ક્યાંય રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.
ADVERTISEMENT