હેતાલી શાહ, ખેડા: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે. ત્યારે હવે ભાજપ દ્વારા ટિકિટ વાંછુક દાવેદારોને સાંભળવા માટે સમગ્ર ગુજરાતમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડા જિલ્લામાં પણ 27 અને 28 એમ બે દિવસ છ વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. મહેમદાવાદ વિધાનસભામાં ભાજપમાંથી પૂર્વ મંત્રી એવા સુંદરસિંહ ચૌહાણના પરિવારમાંથી ત્રણ વ્યક્તિઓએ ટિકિટ માંગી છે. જેમાં સુંદરસિંહ ચૌહાણનો ભત્રીજો અને બે પુત્ર વધુએ એટલે કે, જેઠ, જેઠાણી અને દેરાણી ત્રણેય મહેમદાવાદ વિધાનસભા બેઠક માટે ભાજપ માંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. જેને લઈને મહેમદાવાદનું રાજકારણ ગરમાયુ છે.
ADVERTISEMENT
જ્યારે ગુજરાત તકની ટીમે દીપિકાબેનના પતિ જીગ્નેશકુમાર ચૌહાણ સાથે વાતચીત કરી ત્યારે તેમણે તો એમ જણાવ્યું કે, અમારામાથી જેને પણ ટિકિટ મળશે અમે તો ખુશ જ હોઈશું. બસ અમારે રાજકારણમાં આવવું હતું એટલે અમે ટિકિટની દાવેદારી નોંધાવી છે. અગાઉ પણ અમે તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પણ ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. એટલું જ નહીં અમે બધા હાલમાં પણ સંયુક્ત પરિવારમાં જ એક સાથે જ રહીએ છીએ.
ADVERTISEMENT