પાટણ: પાટણના શંખેશ્વર તાલુકામાં હિટ એન્ડ રનની એક ગમખ્વાર ઘટના સામે આવી રહી છે. ચોટીલા માતાજીના દર્શન કરવા ચાલતા જતા 8 જેટલા પદયાત્રીઓને કાર ચાલકે અટફેટે લીધા હતા. જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 5 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ચોટીલા પગપાળા જતા યાત્રીઓને કારે ટક્કર મારી
પ્રાપ્ત માહિતી મુજબ, રાધનપુરથી કેટલાક શ્રદ્ધાળુઓ ચાલતા ચોટીલા જઈ રહ્યા હતા. જોકે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ નજીક પહોંચતા જ 8 શ્રદ્ધાળુઓને કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. યાત્રીઓને અટફેટે લીધા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાના પગલે મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સ્થાનિકોએ 108ને જાણ કરતા 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હિટ એન્ડ રનની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
(વિથ ઈનપુટ: વિપિન પ્રજાપતિ)
ADVERTISEMENT