શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામની શ્રી સત્યનામ આશ્રમશાળામાં રાતનું ભોજન કર્યા બાદ 28 બાળકોને ઊલટીઓ થવા લાગતા દોડધામ મચી ગઇ હતી. ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા બાળકોને નજીકના સરકારી હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના પગલે ગામના લોકો અને પોલીસ પણ દોડી આવી હતી.
ADVERTISEMENT
સાંજના સમયે બાળકોને ભોજન લેતા જ ઉબકા-ઉલ્ટી થવા લાગી
ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે શ્રી સતનામ આશ્રમ શાળામાં ધોરણ 5થી 10ના 137 બાળકો અભ્યાસ કરે છે. સાંજના 6 વાગ્યાના અરસામાં બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. કેટલાક બાળકો બાળકો એક સાથે જમ્યા હતા. થોડી વારમાં કેટલાક બાળકોને ઉબકા અને ઉલટી થવા લાગી હતી. જેથી કેટલાકે અડધેથી જમવાનું છોડી દીધું હતું. અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક અસરથી નજીક આવેલા અગાસવાણી હેલ્થ સેન્ટર પર ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ગામ લોકો અને પોલીસ પણ ધસી ગઇ હતી.
પ્રિન્સિપાલને પણ અસર થઈ
રીંગણ-બટાકાનું શાક અને રોટલી જમનારા બાળકો પૈકીના 28 ને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાંથી વધુ તબિયત ખરાબ લાગતા 10માં ધોરણ અને 7માં ભણતા સાગર માજુ નિનામને દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનામાં પ્રિન્સિપાલ રેખાબેન પસાયાને પણ અસર થઈ હતી. ઘટનાને પગલે આરોગ્ય વિભાગની ટીમ પણ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અગાસવાણી ધસી ગયેલા મામલતદારે ભોજનના સેમ્પલ પણ લીધા હતા.
ADVERTISEMENT