ગાંધીનગર: વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી અધિકારીઓની મોટી પ્રમાણમાં બદલી કરવામાં આવી છે. રાજ્યના 23 IPS તથા SPS અધિકારીઓની બઢતી સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ 82 નાયબ પોલીસ અધિક્ષકની પણ બદલી કરવાના આદેશ અપાયા છે. આગામી સમયમાં પણ હજુ ઘણા અધિકારીઓની બદલી થવાની પૂરે પૂરી શક્યતાઓ છે.
ADVERTISEMENT
23 IPS અધિકારીઓને ટ્રાન્સફર અપાયું
ચૂંટણી પહેલા રાજ્યમાં IPS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. આર.બી.બ્રહ્મભટ્ટની એડિશનલ DG CID ક્રાઈમ તરીકે બદલી, એસ.વી પરમારની DCP ઝોન-1 રાજકોટમાં બદલી, ઉષા રાડાને સુરત શહેર DCP ઝોન-3માં મુકાયા, અજીત રાજીયાન DCP સાયબર ક્રાઈમ અમદાવાદ શહેર, પ્રવીણ કુમારની આણંદના SP તરીકે બદલી, સફીન હસનને અમદાવાદ ટ્રાફિક DCP બનાવાયા તથા પૂજા યાદવને રાજકોટ ટ્રાફિક DCP બનાવાયા છે.
DySPને પણ બદલીનો આદેશ
ગૃહ વિભાગ દ્વારા 82 DySPની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. જેમાં એચ.કે.વાઘેલાની પાટણથી ગાંધીનગર, ડી.ડી ચૌધરીની ભાવનગરથી પાટણ, એમ.કે.રાણા VIP સિક્યોરિટી ગાંધીનગર ખાતે બદલી, સી.સી.ખટ્ટાણાની SC-ST સેલ પોરબંદર ખાતે બદલી, ડી.વી.રાણા L ડિવિઝન અમદાવાદ શહેર ખાતે બદલી, ડી.એસ પટેલ વિભાગીય પોલીસ અધિકારી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT