નિકેત સંઘાણી, અમદાવા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. એક બાદ એક નવા સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 છે ત્યારે પક્ષ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવાની પૂરે પૂરી તૈયારી કરી ચૂક્યા છે. કોંગ્રેસે કાલે મોડી રાત્રે પોતાના ઉમેદવારનું બીજું લિસ્ટ જાહેર કરી દીધું છે ત્યારે આ લિસ્ટ પર બે નામ એવા છે જે બિટીપી અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય તે સૂચવે છે. કોંગ્રેસે ડેડીયાપાડા અને ઝગડિયા બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધનની રહી સહી આશા ઉપર પણ હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી તેમાં ડેડીયાપાડા અને ઝગડીયા બેઠક પર ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં બીટીપી સાથે આ બંને બેઠકો પર કોંગ્રેસનું ગઠબંધન થયું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસે ડેડીયાપાડા પર કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે તો ઝગડીયા બેઠક પર ફતેહસિંહ વસાવાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. રાજ્યસભા ચૂંટણીઓમાં બીટીપીના મત કોંગ્રેસને ના મળતાં આ વખતના મહાસંગ્રામમાં કોંગ્રેસ-બીટીપીનું ગઠબંધન તૂટ્યું હતું. ત્યાર બાદ બિટીપીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું જો કે તે પણ ના ચાલ્યું અને ત્યાર બાદ જેડીયુ સાથે ગઠબંધન જાહેર કર્યું પરંતુ તે પણ વિવિદ ના વંતોડ વચ્ચે દબાઈ ચૂક્યું હતું હવે કોંગ્રેસે ડેડીયાપાડા અને ઝગડિયા બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા જે સૂચવે છે કે કોંગ્રેસ અને બિટીપી વચ્ચે આ ચૂંટણીમાં ગઠબંધન નહીં થાય.
કોંગ્રેસ અને એનસીપીએ ગઠબંધન કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની બેઠક સફળ સાબિત થઈ છે. આ અંગે જણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ સીટો પર અમે એનસીપી સાથે ગઠબંધન કર્યું છે. ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા આ ત્રણ સીટો પર અમારું ગઠબંધન છે. કોંગ્રેસ આ ત્રણેય બેઠકો પર NCPની સાથે મળીને ચૂંટણી લડશે.
ADVERTISEMENT