નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો જોરશોરથી પાર્ટીનો પ્રચાર શરૂ કરી દીધો છે. તેવામાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સભામાં કોંગ્રેસના 2 હજાર કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આના કારણે અત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન 2 હજારમાંથી ગણતરીના 10 લોકોને સ્ટેજ પર બોલાવીને ભાજપનો ખેસ પહેરાવાયો હતો.
ADVERTISEMENT
એક બુટલેગર પણ પાર્ટી સાથે જોડાયો!
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સભામાં 2 હજાર કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. તેવામાં એમાંથી જે 10 મુખ્ય હતા તેમને સ્ટેજ પર બોલાવી BJPનો ખેસ પહેરાવ્યો હતો. જોકે આ દરમિયાન રિપોર્ટ્સ પ્રમાણે કાર્યકર્તાઓ જે જોડાયા એમાંથી એક બુટલેગર હોવાનું પણ સામે આવ્યું છે. તેની સામે દારૂની હેરાફેરી મામલે કેસ પણ દાખલ થયેલો છે.
એટલું જ નહીં આ નવસારીમાં લિસ્ટેડ બુટલેગર છે. જેને ભાજપમાં જોડાવા પર ઘણા તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. તથા રાજકારણ પણ ગરમાયું છે.
With Input: રોનક જાની
ADVERTISEMENT