અમદાવાદ: તાજેતરમાં જ પરાઠા પર 18 ટકા GST લાગુ કરવામાં આવ્યો હતો. અને તેને લઈને ભારે રોષ પ્રગટ્યો હતો. ત્યારે તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ભૂંગળા પર GST અંગે વસૂલવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. આ નિર્ણયનો ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ટરિંગ એસોસિયેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને CMને પત્ર લખીને રજૂઆત કરી છે.
ADVERTISEMENT
પાપડમાં કિલોએ રૂ.50 સુધીનો વધારો થશે
ગુજરાતમાં એકલા દક્ષિણ ગુજરાતમાં જ વર્ષે 30 લાખ કિલોથી વધારે પાપડ અને ભૂંગળાનું ઉત્પાદન થાય છે. રૂ.280 કિલો લેખે હવે આ પાપડ ખરીદવા માટે લોકોએ 50 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ અંગે હવે ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને મુખ્યમંત્રી, નાણામંત્રી અને GST કમિશનરને રજૂઆત કરી છે. ખાસ બાબત છે કે, 2017માં GST આવ્યા બાદ રાજ્ય સરકારે 2011માં એફિલીએટ ઓથોરિટી દ્વારા ઝીરો ટેક્સ કરાયો હતો. પરંતુ હવે પાપડ અને ભૂંગળા પર 18 ટકા GST આપવા કહેવાયું છે.
વર્ષે 15 કરોડથી વધુ GST ચૂકવવો પડશે
આ GSTની લાગુ થવાથી ગ્રાહકોને કેવી રીતે બોજો પડશે તે જોઈએ તો ધારો કે શહેરમાં જો વર્ષે 30 લાખ કિલો પાપડ અને ભંગાળનું વેચાણ થતું હોય તો તેના પર 18 ટકા GST લેખે 15 કરોડથી વધુ ચૂકવવા પડશે. સામાન્ય રીતે મોટાભાગે મહિલાઓ પાપડના વ્યવસાય સાથે જોડાયેલી હોય છે. એવામાં પાપડનું ઉત્પાદન કરનારા ગૃહ ઉદ્યોગોને તેની અસર થશે.
ADVERTISEMENT