દિલ્હીઃ પરાઠાને રોટલીની શ્રેણીમાં ન ગણી શકાય એવા તારણ સાથે ગુજરાત એપલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે તેના પર 18 ટકા GST લાદવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે 2 સભ્યોની બેન્ચ દ્વારા અગાઉ પણ આપેલા ચુકાદામાં પરાઠા અને રોટલી વચ્ચે સમાનતા ન હોવાનું ચર્ચાયુ હતું. જોકે આ કેસની આ વાત કરીએ તો અરજદારે કુલ 7થી 8 પ્રકારના પરાઠાનું ઉત્પાદન કરતો હોવાની માહિતી આપી હતી. જોકે GST લાગૂ કરવાના નિર્ણયને તેણે ખામીયુક્ત પણ કહ્યો હતો. જાણો વિગતવાર માહિતી…
ADVERTISEMENT
અરજદારે નિર્ણયને ખામીયુક્ત જણાવ્યો
ઉલ્લેખનીય છે કે પરાઠા બનાવતા સમયે આની અંદર ઘઉનો લોટ, બટાકા, વિવિધ શાકભાજી, ચીઝ અથવા મૂળા, ડૂંગળી સહિતની સામગ્રી વપરાય છે. આ દરમિયાન અરજદારે કહ્યું કે અત્યારે જે પરાઠાનું વેચાણ કરવામાં આવે છે તેને સીધા ગરમ કરીને ખાઈ શકાય એમ છે. તેવામાં જીએએઆરના નિર્ણય સામે દલીલ કરતા તેમણે કહ્યું કે પરાઠાને બનાવવામાં 3થી 4 મિનિટ લાગે છે, ચેપ્ટર હેડિંગ 1905 અંતર્ગત પરાઠાને સૂચિબદ્ધ પણ કરાયા નથી.
અરજદારે વધુમાં પિત્ઝા, બ્રેડનું આપ્યું ઉદાહરણ
ઉલ્લેખનીય છે કે અરજદારે વધુમાં પિત્ઝા બ્રેડ, રસ્ક અને ટોસ્ટેડ બ્રેડ પર લાગતા 5% GST લાગૂ છે. ઉલ્લેખનીય છે કે આ બંને ખાદ્યપદાર્થોને પણ બનાવવા માટે ગરમ કરવા પડે છે. આની સાથે આ સામગ્રીઓની સમાનતા રોટલી સાથે હોવાનું પણ અરજદારે જણાવ્યું છે. જોકે આના પર 5 ટકા જીએસટી વસુલવામાં આવે એવી વાત પણ કરાઈ છે.
ADVERTISEMENT