અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થવાની તૈયારી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીની મોસમ ખીલી ઊઠે છે. આજે દિવાળીના દિવસે ગૃહવિભાગે ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. એક સાથે 17 સીનીયર IPS ની બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી પહેલા પોલીસ બેડાથી માંડીને મહેસૂલ વિભાગ સુધી રાજ્ય સરકાર દ્વારા એકબાદ એક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણી પહેલા ગૃહવિભાગે ઉચ્ચ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. રાજ્યમાં કુલ 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદને ટ્રાફિક અને ક્રાઈમ વિભાગમાં નવા અધિકારીઓ મળ્યા છે.
રાજ્યના 17 આઈપીએસની બદલી
ADVERTISEMENT