કચ્છ: મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાને કારણે ઠેરઠેર આ ઘટનાને લઈને તંત્ર પર આંગળીઓ ઉઠી રહી છે. મોરબીમાં બનેલી ઘટનાના પડઘા દેશ ભરમાં પડ્યા છે. મોરબીની ઘટનાને લઈ રાજ્ય ભરમાં અનેક પુલના નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન હવે કચ્છનો ઐૈતિહાસિક પુલ બંધ કરાયો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ તંત્રએ આળસ મરડી અને હરકતમાં આવ્યું છે. મોરબીની ઘટના બાદ રાજયભરના અનેક પુલ પર એક્શન લેવામાં આવી છે.હવે કચ્છનો ઐૈતિહાસિક પુલ બંધ કરવામાં આવ્યો છે. માંડવીની રૂકમાવતી નદી પર આવેલો 150 વર્ષ જૂનો પુલ બંધ કરવામાં આવ્યો છે. વાહનોની અવરજવર માટે પુલ બંધ કરી દેવામાં આવ્યો છે.
ભાવનગર તંત્ર જાગ્યું
ભાવનગરમાં વર્ષ 2012માં અંદાજીત 30 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો કેબલ સ્ટેઈડ બ્રિજની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત મેરિટાઈમ બોર્ડના અધિકારીઓની સાથે સાથે મામલતદાર પણ અહીં બ્રિજ પર પહોંચી ગયા હતા.અધિકારીઓએ સ્થળનું નિરિક્ષણ કરવાની સાથે સાથે બ્રિજના મામલે ચર્ચાઓ કરી હતી.
આણંદનો આ જર્જરિત બ્રિજ, તંત્ર છે નિદ્રાંધીન..
આણંદ અને વડોદરાને જોડતો મહિસાગર નદી પર આવેલો ઉમેટા બ્રિજ લાંબા સમયથી જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આ પુલ પર મોટી સંખ્યમાં વાહનોની અવર-જવર થતી હોય છે. તેવામાં બ્રિજની વચ્ચે અને સાઈડની રેલિંગ જર્જરીત અવસ્થામાં જોવા મળી રહી છે. અનેક જગ્યાએ ગાબડા અને તિરાડો હોવા છતા તંત્ર દ્વારા આના સમારકામની કોઈ કાર્યવાહી હજુ સુધી હાથ ધરાઈ નથી.
વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ
ADVERTISEMENT