અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વણલખ્યો નિયમ ચાલ્યો આવ્યો છે કે તમે પાટીદારોને સાચવી લેશો તો પાટીદારો તમને સાચવી લેશે. ચૂંટણીના સમયમાં પાટીદારોનું કદ વધી જાય છે. ઉમેદવારોને ટિકિટ ફાળવવી હોય કે મતદારોને રિઝવવાના નુસખા હોય રાજકીય પક્ષોને પાટીદારો વગર ચાલે નહીં. 2017ની ચૂંટણીની વાત કરીએ, એ વખતે આમ આદમી પાર્ટી નહોતી પણ પાટીદાર ફેકટરની અસર તો હતી જ. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ અને તમામ 182 બેઠકો પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા. આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની ગાદી અંકે કરવા માટે પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખ્યું છે અને નવાઈની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ કરતા પણ આ વખતે આમ આદમી પાર્ટીએ પાટીદારોને ટિકિટ આપી. 2022ની ચૂંટણી માટે ભાજપે 43, કોંગ્રેસે 25 અને આમ આદમી પાર્ટીએ 46 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી.
આપ એ કડવા પટેલોને અને ભાજપ-કોંગ્રેસે લેઉઆ પટેલોને વધારે ટિકિટ આપી છે.
પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર કાસ્ટ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ત્રણેય પક્ષે ટિકિટ આપી છે. પાટીદારોમાં વર્ષોથી બે ભાગ થયા છે. એક લેઉઆ પટેલ અને બીજા કડવા પટેલ. આ વખતની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી છે.. જ્યારે આમ આદમી પાર્ટીએ કડવા પાટીદારોને વધારે ટિકિટ આપી છે.. લેઉઆ અને કડવા બંને ગણાય તો પાટીદાર જ પણ જો ટિકિટની વહેચણીમાં અન્યાય થયો હોય તેવું લાગે તો પાટીદારો મતદાનના દિવસે પોતાનો મિજાજ બતાવી જ દે છે..
લોકસભાની 26માંથી 6 સીટ પાટીદાર
2012માં 182માંથી 50 ધારાસભ્યો પાટીદાર હતા. જેમાંથી 36 ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા. જો કે પાટીદાર આંદોલનો બાદ સમીકરણો બદલાયા અને કોંગ્રેસની પાટીદાર સીટોમાં વધારો થયો. વર્ષ 2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 ધારાસભ્યો વિજયી બન્યા હતા. જેમાંથી 11 ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયા હતા. હાલ 182માંથી 44 ધારાસભ્યો પાટીદાર છે. જ્યારે લોકસભાની 26 બેઠકોમાંથી 6 સાંસદો પાટીદાર સમાજના છે. રાજ્યસભાની 11 બેઠકોમાં 3 સાંસદો પાટીદાર સમુદાયના છે.
50 બેઠકો પર તો પાટીદારોનું વર્ચસ્વ
ગુજરાતમાં પાટીદારોની સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે.. જેમાં ઊંઝા, વિસનગર,બહુચરાજી, ગાંધીનગર, ઉત્તર મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા,નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાગંધા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઈસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઈ અને કરજણ છે..
114 પાટીદારો મેદાને
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈ જ્ઞાતિવાદ બાબતે ભલે રાજકીય પક્ષો કહે કે જ્ઞાતિ વાદ નહીં ચાલતો પરંતુ જ્યારે ચૂંટણી નજીક હતી ત્યારે જ જોયું કે જ્ઞાતીના સમેલનો યોજાયા અને ટિકિટની માંગણી કરી હતી. ત્યારે 2022ની ચૂંટણી માટે ભાજપે 43, કોંગ્રેસે 25 અને આમ આદમી પાર્ટીએ 46 પાટીદારોને મેદાને ઉતાર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈ જ્ઞાતિવાદ બાબતે ભલે રાજકીય પક્ષો કહે કે જ્ઞાતિ વાદ નહીં ચાલતો પરંતુ જ્યારે ચૂંટણી નજીક હતી ત્યારે જ જોયું કે જ્ઞાતીના સમેલનો યોજાયા અને ટિકિટની માંગણી કરી હતી. ત્યારે 2022ની ચૂંટણી માટે ભાજપે 43, કોંગ્રેસે 25 અને આમ આદમી પાર્ટીએ 46 પાટીદારોને મેદાને ઉતાર્યા છે.
આ બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ છે.
આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરુચ, નવસારી, શહેરા, કાલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના 44 ધારાસભ્ય , 6 સાસંદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો એવો દેખાવ કર્યો હતો.. ખાસ કરીને સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર વસ્તિનું પ્રભુત્વ ધરાવતી 27બેઠક મેળવી હતી.. જો કે 2016ની પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જે 26 બેઠકો જીતી હતી એ આપના ફાળે ગઈ હતી..