Mahisagar News: સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) સેવા શરૂ કરવામાં આવી હતી. જે શરૂઆત એક આરોગ્યની દિશામાં આગળ પડતી પહેલ હતી. આ સેવા (108 Ambulance) અકસ્માતના સમયે કે અચાનક આવી પડેલ તબીબી કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરી રહી છે. ત્યારે હજારો લોકોને તાત્કાલિક સેવા આપી અનેક લોકોને નવજીવન બક્ષનાર 108 એમ્બ્યુલન્સને ગ્રહણ નડતા અચાનક બંધ પડી ગઈ હતી. જેથી 108 એમ્બ્યુલન્સને ચાલુ કરવા માટે ધક્કા મારવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો....84 કિલોમીટર સુધી ડ્રાઈવર વગર દોડતી રહી ટ્રેન, રેલવેમાં મચ્યો ખળભળાટ; અપાયા તપાસના આદેશ
108 એમ્બ્યુલન્સને સારવારની જરૂર પડી
મહીસાગર જિલ્લાના વિરપુર બસ સ્ટેન્ડ ખાતે 108 એમ્બ્યુલન્સ અચાનક બંધ પડી ગઈ હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સને ધક્કા મારીને ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખોટવાયેલી 108 એમ્બ્યુલન્સને ધક્કો મારતા લોકો કેમેરામાં કંડારાઈ ગયા હતા. આમ દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સને મહીસાગર જિલ્લાના વિરપુરમાં સારવારની જરૂર પડી હતી.
સ્થાનિક લોકોને ધક્કો લગાવવાની પડી ફરજ
વિરપુરના બસ સ્ટેન્ડમાં 108 એમ્બ્યુલન્સ બંધ થઈ જતાં 108 એમ્બ્યુલન્સને ચાલુ કરવા માટે સ્થાનિક લોકોને ધક્કો લગાવવાની ફરજ પડી હતી, જે જોતા એવું લાગ્યું હતું કે ખુદ 108 એમ્બ્યુલન્સને જ સારવારની જરૂર પડી છે.
વધુ વાંચો...વિદેશ જવાની લાલચે મળ્યું મોત! ગુજરાતી યુવાન રશિયન આર્મીમાં ભરતી થયો અને...
લોકોમાં ઉઠ્યા સવાલો
108 એમ્બ્યુલન્સને ધક્કા લગાવતા લોકોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં એક મોટો સવાલ ઉઠ્યો છે કે જો દર્દીઓના વહન દરમિયાન આવી ઘટના બને તો દર્દીઓનું શું થાય?
(ઈનપુટઃ વિરેન કુમાર જોશી, મહીસાગર)
ADVERTISEMENT