અમદાવાદ: શહેરમાં 10 વર્ષ પહેલા એટલે કે 2012-13માં જે નાગરિકોએ આધારકાર્ડ કઢાવ્યા હોય તેમણે ફરીથી પોતાના રેટિના અને ફિંગરપ્રિન્ટ આપીને આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે. કેન્દ્ર સરકારના સૂચન મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ અંગે સૂચના આપવામાં આવી છે. આધારકાર્ડ અપડેટ કરાવવા માટે રૂ.50ની ફી પણ ચૂકવવી પડશે.
ADVERTISEMENT
કેમ અપડેટ કરાવવા પડશે આધાર કાર્ડ?
વર્ષ 2012-13માં આધારકાર્ડ શરૂ કરવામાં આવ્યા ત્યારે લાખોની સંખ્યામાં લોકોએ બાયોમેટ્રિક પુરાવા આપીને કાર્ડને અપડેટ કરાવ્યા હતા. જોકે કેટલાક નાણાકીય ફ્રોડ સામે આવતા આધારકાર્ડને અપડેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકારી પસંદ કરેલી બેંકો તથા સિવિક સેન્ટરો પર પણ નવા આધારકાર્ડ કાઢી આપવામાં આવે છે. જોકે લોકોની સતત ફરિયાદ રહેતી હોય છે કે માત્ર 50 ટોકન આપવાના કારણે વેઈટિંગ ખૂબ લાંબુ થઈ જાય છે.
કયા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા પડશે?
10 વર્ષ જૂના આધારકાર્ડમાં ફરીથી બાયોમેટ્રિક પુરાવા લઈને અપડેટ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. આધાર કાર્ડના આધારે સરકારી સેવાઓનો લાભ મળતો હોવાથી તેની વિગતો સમયે-સમયે અપડેટ કરવી જૂરૂરી છે. ત્યારે જૂના કાર્ડને અપડેટ કરાવા જતા સમયે આધારકાર્ડના ઓરિજિનકલ ઓળખના પુરાવાના દસ્તાવેજ અને સરનામાના પુરાવા મેળવી તેને અપડેટ કરી શકાય છે.
ઓનલાઈન પણ અપડેટ કરી શકાશે માહિતી
જો કોઈ વ્યક્તિ પોતાના આધારકાર્ડની માહિતી ઓનલાઈન અપડેટ કરવા માંગતી હોય તો તે કરી શકે છે. આ સાથે નજીકના આધારકેન્દ્ર પર જઈને પણ પોતાના દસ્તાવેજને અપડેટ કરાવી માહિતી અપડેટ કરી શકે છે. આ માટે રૂ.50ની ફી પણ લોકોએ ભરવી પડશે.
ADVERTISEMENT