ધાનપુરઃ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવા માટે આવેલી મહિલાના બાળકનું અપહરણ કરતા ચકચાર મચી ગઈ છે. વિગતો પ્રમાણે ધાનપુરમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 1 મહિનાના બાળકનું અપરહરણ થયું છે. અજાણ્યી મહિલાએ તેના મોટા બાળકને ભોળવી 1 મહિનાના બાળકનું અપરહરણ કરી લીધું છે. પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
માતા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવ્યા
ધાનપુર આરોગ્ય કેન્દ્રમાં મહિલા પોતાના 1 મહિનાના બાળક સાથે પહોંચ્યા હતા. અહીં મહિલા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા માટે ગયા હતા. ત્યારે મોટા બાળક પાસેથી એક અજાણી મહિલા 1 મહિનાનું બાળક દૂધ પીવડાવવાના બહાને લઈ ગઈ હતી. આ દરમિયાન બંને બાળકો એકબીજા સાથે રમતા હતા. પરંતુ આ જોઈને અજાણ્યી મહિલાએ અપહરણ કર્યું હતું.
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
પોલીસે તપાસ આદરી
મહિલા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવી હતી. ત્યારે અજાણ્યી મહિલાએ 1 મહિનાના બાળકનું અપહરણ કરતા ચકચાર મચી જવા પામી છે. લગભગ આ ઘટના બપોરે 2થી 3 વાગ્યાની વચ્ચે બની હતી. એક મહિનાના બાળકના અપહરણની જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી દીધી છે.
With Input: શાર્દૂલ ગજ્જર
ADVERTISEMENT