21 જાન્યુઆરીએ 1 લાખ પાટીદારો કાગવડમાં થશે એકત્ર, નરેશ પટેલે શું કહ્યું જાણો

રાજકોટ: ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશના શુભ અવસરે, 21 જાન્યુઆરી, 2023, શનિવારે ખોડલધામ મંદિરે ઓલ ઈન્ડિયા કન્વીનર, સ્વયંસેવક તથા સમાજના આગેવાનોની સભાનું…

gujarattak
follow google news

રાજકોટ: ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશના શુભ અવસરે, 21 જાન્યુઆરી, 2023, શનિવારે ખોડલધામ મંદિરે ઓલ ઈન્ડિયા કન્વીનર, સ્વયંસેવક તથા સમાજના આગેવાનોની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ ખોડલધામ ટ્રસ્ટ અધ્યક્ષ નરેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ધારાસભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને મુખ્યમંત્રી તથા મંત્રીઓના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે.

કાર્યક્રમ અંગે વિગત આપતા ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે જણાવ્યું કે, આખા ભારતમાંથી સંયોજક અને કન્વીનારો ભાગ લેશે. મુખ્યમંત્રી અને મંત્રી તથા ધારાસભ્યો હાજર રહેશે.  10 કલાકે મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજરી આપશે અને મુખ્યમંત્રીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. કાર્યક્રમમાં કાઠિયાવાડી પરંપરા મુજબ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે. આગેવાનો અને મંત્રીઓ સંબોધન કરશે.

વિવિધ પ્રકલ્પોની કરવામાં આવશે જાહેરાત
ખોડલધામ ટ્રસ્ટ આગળના પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવશે. અમરેલી ખાતે ખોડલધમ દ્વારા જમીન લેવામાં આવી છે. ખાત મુહૂર્ત અને આરોગ્ય તથા શિકક્ષણ ભવન ઊભા થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં આજ રીતે પ્રકલ્પો તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવશે તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ ખોલડધામની જમીન લઈ લીધી છે. અમરેલીનું ખાત મુહૂર્ત પહેલા કરવામાં આવશે અને ત્યાર બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. શિક્ષણ અને આરોગ્ય પ્રકલ્પોમાં તમામ સમાજના લોકોને લાભ મળશે તેમ જણાવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ડિંગુચાના પરિવારને અમેરિકા મોકલનારા બે એજન્ટ ઝડપાયા

કાઠિયાવાડી રીત રિવાજ મુજબ કરાશે સ્વાગત સન્માન 
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત મંત્રીઓ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોનું વિશેષ સન્માન કાઠિયાવાડી રીત રિવાજ મુજબ કરવામાં આવશે. આ ઉપરાંત લોક ડાયરો, ધ્વજારોહણ, યજ્ઞ, સભા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

With Input: નિલેશ શિશાંગિયા

    follow whatsapp