આ લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ ખજૂર, ફાયદાને બદલે થશે નુકસાન

Side Effects Of Eating Dates: ખજૂર એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. ખજૂર સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય છે, સાથે જ તેને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક…

gujarattak
follow google news

Side Effects Of Eating Dates: ખજૂર એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. ખજૂર સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય છે, સાથે જ તેને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોષક તત્વોની કોઈ કમી હોતી નથી. ખજૂર ખાવાથી શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે, જેનાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આપણને ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં ભરપૂર માત્રામાં કેલરી, ફાઈબર, વિટામિન બી6, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કોપર પણ હોય છે.

આટલા બધા ફાયદાઓ હોવા છતાં ખજૂરની કેટલીક સાઈડ ઈફેક્ટ્સ (ગેરફાયદ) પણ છે, જેના કારણે દરેક વ્યક્તિ તેનું સેવન કરી શકતી નથી. કેટલાક લોકો હદથી વધારે ખજૂર ખાવા લાગે છે, જે યોગ્ય નથી. ચાલો જાણીએ કે કઈ સમસ્યાઓમાં વ્યક્તિએ ખજૂરથી દૂર રહેવું જોઈએ.

લો બ્લડ સુગર
ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂર સારો વિકલ્પ સાબિત થાય છે, પરંતુ ખજૂરનું વધુ સેવન કરવાથી તમે હાઈપોગ્લાયસીમિયા (Hypoglycemia)નો શિકાર બની શકો છો, આ એક એવી સ્થિતિ જેમાં બ્લડ સુગરનું લેવલ અત્યંત ઓછું થઈ જાય છે. જેના કારણે શરીરમાં નબળાઈ અને ચક્કર આવવાની ફરિયાદ થઈ શકે છે.

સ્થૂળતા
ખજૂરમાં સારી માત્રામાં કેલરી જોવા મળે છે, જો તમે વજન ઘટાડવા માટે તેનું સેવન કરવા માંગો છો, તો તે એટલું અસરકારક નહીં હોય. આ માટે અન્ય ડ્રાયફ્રુટ્સનો વિકલ્પ પસંદ કરી શકાય છે.

એલર્જી
એક લિમિટથી વધારે ખજૂર ખાવાથી એલર્જી થઈ શકે છે અથવા વધી શકે છે. વાસ્તવમાં આ મીઠા ફળમાં સલ્ફાઈડ્સ વધુ માત્રામાં જોવા મળે છે જે એલર્જી પેદા કરી શકે છે. જેનાથી ઘણા લોકોને આંખોમાં ખંજવાળ અને આંખોમાં લાલાશ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી થોડી સાવધાની રાખો.

 

    follow whatsapp