ગરમ પાણીથી ચહેરો ધોનારા થઈ જાય સાવધાન! નહીં તો સ્કિનને થશે આવું નુકસાન

Negative Effects of Hot Water on Face: દિવસભરનો થાક દૂર કરવા અને શરીરને રિલેક્સ કરવા માટે લોકો ગરમ પાણીથી ન્હાવાનું પસંદ કરે છે. શિયાળાની ઋતુમાં…

gujarattak
follow google news

Negative Effects of Hot Water on Face: દિવસભરનો થાક દૂર કરવા અને શરીરને રિલેક્સ કરવા માટે લોકો ગરમ પાણીથી ન્હાવાનું પસંદ કરે છે. શિયાળાની ઋતુમાં પણ લોકો ઠંડીથી બચવા માટે ગરમ પાણીથી જ સ્નાન કરે છે. પરંતુ આવું કરતી વખતે શું તમે પણ તમારા ચહેરાને ગરમ પાણીથી ધોવો છો? જો તમારો જવાબ હા છે, તો તમારે તરત જ તમારી આ આદત બદલવી જોઈએ. તમારી આ આદત તમને તમારી ઉંમર પહેલા વૃદ્ધ બનાવી શકે છે. જી હાં, વાસ્તવમાં ચહેરાની ત્વચા સ્કિનની શરીરની સ્કિન કરતાં ઘણી સેન્સિટિવ અને નાજુક હોય છે. આવી સ્થિતિમાં ગરમ પાણીથી ચહેરો ધોવાથી ત્વચાના કોષોને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે ગરમ પાણીથી ચહેરો ધોવાથી ત્વચાને શું નુકસાન થાય છે.

ગરમ પાણીથી ચહેરો ધોવાથી થાય છે આ નુકસાન

ખીલની સમસ્યા
ગરમ પાણીથી ચહેરો ધોવાથી સ્કિનમાં બ્લડ સર્કુલેશનનો પ્રવાહ વધી શકે છે, જે પિમ્પલ્સ અને અન્ય સમસ્યાઓને વધારી શકે છે.

ડ્રાઈ સ્કિન
ગરમ પાણીથી ચહેરો ધોવાથી સ્કિન પરથી નેચરલ ઓઈલ ખતમ થવા લાગે છે. જેના કારણે સ્કિન ડ્રાઈ થઈને ફાટી શકે છે. શુષ્ક ત્વચાને કારણે સ્કિન પર ખંજવાળ આવે છે અને સોરાયસિસની સમસ્યા પણ થઈ શકે છે.

કાળા ડાઘ
જો તમે બહારના ગરમ વાતાવરણમાંથી આવ્યા પછી તમારા ચહેરાને ગરમ પાણીથી ધોશો તો તેનાથી નાના ડાર્ક સ્પોટ્સ થઈ શકે છે. આ ડાઘ મોટા પણ થઈ શકે છે. ખરેખર, ગરમ પાણી તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે. આના પરિણામસ્વરુપે યુવી કિરણોથી સ્કિનને થનારા નુકસાનમાં વધારો થઈ શકે છે. સ્કિન પર કાળા ધબ્બા, કરચલીઓ અને ફોલ્લીઓ પણ હોઈ શકે છે.

સ્કિન ઈન્ફેક્શન
ગરમ પાણીથી મોઢુ ધોવાથી સ્કિન પર લાલાશ, ખંજવાળ અને ફોલ્લીઓ થઈ શકે છે. સેન્સિટિવ સ્કિનવાળા લોકોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

    follow whatsapp