Home Remedies For Pollution: દેશના કેટલાક શહેરોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. જી હાં, આ ઝેરી હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો પ્રદૂષણને કારણે લોકોના ફેફસાંને નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે તમારા ફેફસા હેલ્ધી રહે તો તમારે કેટલાક ઘરેલું નુસ્ખા અપનાવવા જોઈએ. આ ઘરેલું નુસ્ખા દ્વારા તમે તમારા ફેફસાંને ખરાબ થતાં બચાવી શકો છો. તો ચાલો જાણીએ આ ઘરેલું ઉપાય વિશે…
ADVERTISEMENT
હર્બલ ટી પીવાનું શરૂ કરો
જો તમે ઈચ્છો છો કે તમારા ફેફસાં સ્વસ્થ રહે તો તમારે આદુ, તુલસી અને કાળા મરી જેવી વસ્તુઓમાંથી બનેલી હર્બલ ટીનું સેવન કરવું જોઈએ. આ બધી વસ્તુઓ તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે, એન્ટીઈંફ્લેમેટરી ગુણ હોય છે જે પ્રદૂષણથી થતા નુકસાન સામે લડવામાં મદદ કરે છે. તેથી આ ચાનું દરરોજ સેવન કરો.
ગરમ પાણીથી નાસ લો
જો તમે દરરોજ સ્ટીમ (નાસ) લો છો તો તેનાથી તમારા ફેફસાને આરામ મળે છે. આ સિવાય જો તમે સ્ટીમ લો છો તો તેનાથી શ્વાસ લેવામાં તકલીફમાં રાહત મળે છે.ગળાના દુખાવા માટે આ સૌથી અસરકારક ઉપાય છે.
પૂરતા પ્રમાણમાં પાણી પીવો
જો તમે ઈચ્છો છો કે તમે હેલ્ધી રહો તો તમારે તમારી જાતને હાઈડ્રેટેડ રાખવી જરૂરી છે. આ માટે તમારે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જો તમે ઇચ્છો તો રોજ લીંબુ સાથે ગરમ પાણી પણ પી શકો છો. આમ કરવાથી ગંદકીને દૂર કરવામાં મદદ મળે છે અને તમારા ફેફસાં મજબૂત થાય છે.
ADVERTISEMENT