Medical Insurance Claim : ભારતમાં દિવસેને દિવસે હેલ્થ ખર્ચ ખૂબ જ વધતો જાય છે માટે લોકો હવે હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છે. ઉંચું પ્રીમિયમ ભરીને વીમો ખરીદ્યા પછી પણ ઘણી વખત વીમા કંપનીઓ જાતજાતના બહાના કાઢીને પૈસા દેવા ન પડે તે માટે છટકબારી ગોતી હોય છે.એવામાં હાલ નવસારી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર્સ ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સીડીઆરસીએ 66 વર્ષના દર્દીને રાહત આપતા ચુકાદો કે, કોઈ પણ પેશન્ટને ફિઝિયોથેરેપીની જરૂર છે કે નહીં તે વીમા કંપની નક્કી કરી ન શકે.
ADVERTISEMENT
આઉટડોર પેશન્ટ ગણાવીને બિલ રિજેક્ટ કરી દેવું તે અયોગ્ય
ડોક્ટરે કોઈ દર્દીને ફિઝિયોથેરેપી કરાવવા માટે જણાવ્યું હોય ત્યારે વીમા કંપની તેને આઉટડોર પેશન્ટ ગણાવીને બિલ રિજેક્ટ કરી દેવું તે અયોગ્ય છે. ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે પાર્કિન્સન્સની બીમારી ધરાવતા 66 વર્ષના એક દર્દીને રાહત આપતો ચુકાદો આપ્યો છે. કમિશને રાજ્ય સંચાલિત યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડને નવસારીના રહેવાસીને રૂ. 47,500 ફિઝિયોથેરાપી બિલની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
નવસારીના એક રહેવાસીએ ત્રણ લાખ રૂપિયાની હેલ્થ વીમા પોલિસી લીધી હતી.આ પોલિસી 1 નવેમ્બર 2019થી શરૂ થતી હતી અને જાન્યુઆરી 2020માં મુંબઈની લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે તેમને પાર્કિન્સન્સની બીમારી હોવાનું જણાવ્યું હતું. માટે આ દર્દીને હોસ્પિટલમાં ઈનડોર પેશન્ટ તરીકે બે દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરની સલાહના આધારે 10 મહિના માટે ફિઝિયોથેરેપી કરાવી હતી. પરંતુ વીમા કંપનીએ તેનું બિલ ચૂકવવાની વાતને નકારી દીધી હતી.આ મુદ્દે પેશન્ટ કન્ઝ્યુમર કમિશનમાં ગયા જેણે વીમાધારકને 47,500 રૂપિયાના બિલનું પેમેન્ટ કરી આપવા વીમા કંપનીને આદેશ આપ્યો છે.
ADVERTISEMENT