આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ડાયાબિટીસ જેવી બીમારીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જંક ફૂડ અને શુગરને ડાયાબિટીસનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે ડાયાબિટીસ માટે માત્ર શુગર જ જવાબદાર નથી. જી હાં, તમે સાચું સાંભળ્યું. જે લોકો ટાઈપ 2 ડાયાબિટીસથી બચવા માગે છે, તેઓએ માત્ર ખાંડ (શુગર)ની ચિંતા કરવાની જરૂર નથી. એક સ્ટડીમાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
વધારે મીઠું ખાવાથી થઈ શકે છે ડાયાબિટીસ
વધુ પડતું મીઠું ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. વાસ્તવમાં, તુલાને યુનિવર્સિટી (Tulane University)માં પ્રકાશિત એક સ્ટડી દરમિયાન 4,00,000થી વધુ લોકોનો તેમની મીઠું ખાવાની આદતોને લઈને અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે સ્ટડીમાં 11 વર્ષ સુધીના લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો અને 13,000થી વધુ લોકોમાં ડાયાબિટીસ ટાઈપ 2 જોવા મળ્યો.
ખાંડ નહીં મીઠું બની શકે છે ડાયાબિટીસ ટાઈમ 2નું કારણ
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે લોકો ક્યારેક-ક્યારેક અથવા હંમેશા તેમના જમવામાં ઉપરથી વધારે મીઠું ઉમેરે છે, તેમનામાં જે લોકો સંતુલિત માત્રામાં મીઠું ખાનારા લોકોની સરખામણીએ ડાયાબિટીસ ટાઈપ 2ના વિકાસની સંભાવના 13%, 20% અને 39% વધારે હોઈ શકે છે. તુલાને યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રમુખનું કહેવું છે કે, “અમે પહેલાથી જ જાણીએ છીએ કે મીઠાના સેવનને મર્યાદિત કરવાથી હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટી શકે છે”
વધે છે ડાયાબિટીસનું જોખમ
જ્યારે વધુ પડતું મીઠું ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે, તો ચોક્કસ મિકેનિઝમને વધુ તપાસની જરૂર છે, ડૉ. ક્વિ સા એ પણ કહે છે કે મીઠું લોકોને વધુ જમવા માટે પ્રોત્સાહિત કરે છે, જેનાથી સ્થૂળતા જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે.
ADVERTISEMENT