Sweet Potato: શક્કરીયા એક એવું શાક છે, જેને આપણે મોટાભાગે આપણા ડાયટમાં સામેલ નથી કરતા, પરંતુ તેને ખાવાથી ઘણા ફાયદાઓ થઈ શકે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જેના કારણે તેને ખાવાથી તમારા સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદાઓ થઈ શકે છે. શક્કરીયામાં મોટી માત્રામાં ફાઈબર, મિનરલ્સ અને વિટામિન્સ જોવા મળે છે, જે ઘણી બીમારીઓથી બચાવી શકે છે.
ADVERTISEMENT
શિયાળામાં ‘શક્કરીયા’ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા
ઘટાડે છે ડાયાબિટીસનું જોખમ
શક્કરીયામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેના કારણે ડાયાબિટીસનો ખતરો ઘટે છે. સાથે જ તેમાં હાજર ફાઇબર પણ ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
હૃદયની બીમારીઓથી બચાવ
શક્કરીયામાં ફાઈબર અને પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. શક્કરીયા ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે. ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલ (બેડ કોલેસ્ટ્રોલ)ને ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. ગુડ કોલેસ્ટ્રોલ ધમનીઓ (આર્ટ્રીઝ)માં જમાં થયેલા ટોક્સિન્સને શરીરમાંથી લીવર સુધી લઈ જાય છે, જ્યાંથી તે ફિલ્ટર થઈ જાય છે.
પાચનતંત્ર બને છે મજબૂત
શક્કરીયામાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પાચન માટે ખૂબ જ જરૂરી હોય છે. માટે શક્કરીયા ખાવાથી પાચન તંત્ર મજબૂત બને છે. આ સાથે જ કબજીયાતની સમસ્યા દૂર થાય છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
શક્કરીયા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં ફાઈબર મળી આવે છે, જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેથી તમારા ડાયટમાં તેનો સમાવેશ કરીને તમારી વજન ઘટાડવાની સફરને સરળ બનાવી શકો છે. શક્કરીયામાં ફાઈબર જોવા મળે છે, જે ધીમે-ધીમે પચે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેના કારણે તમે વધારે જમતા નથી અને વજન વધવાની સમસ્યા ઓછી થાય છે.
બ્લડ પ્રેશરને કરે છે નિયંત્રિત
શક્કરીયામાં પોટેશિયમ જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક હોય છે. આ કારણે તે ઘણી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હૃદયરોગ, ડાયાબિટીસ, સ્ટ્રોક જેવી ખતરનાક બીમારીઓથી બચી શકાય છે.
ADVERTISEMENT