Tea Side Effects: ભારતમાં એવા ઘણા લોકો છે કે જેમને ચાનો શોખ હોય અથવા તો સવારે ઉઠતાવેત જ ચા પીવા જોતી હોય. જનરલી રીતે લોકો તેને ‘બેડ ટી’ કહે છે. ઘણા લોકોને ચાના દિવાના કહેવું ખોટું નહીં હોય. તેઓ ચા વારંવાર પીવાનું પસંદ કરતા હોય છે. ગુજરાતમાં તો મહેમાનોનું સ્વાગત ચા વગર શકય જ નથી. સવારે સૂઈને ઉઠવાથી લઈને મોડી રાત સુધી જાગવા માટે લોકો ચાની મદદ લે છે. ચોમાસાની ઋતુમાં લોકો ચા અને પકોડાની મોજ માણે છે. તો ઠંડીમાં પણ ઘણી ચા પીવામાં આવે છે. શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો દિવસમાં ઘણીવાર આદુવાળી ચા પીવે છે.
સ્વાસ્થ્ય માટે પણ સાબિત થઈ શકે છે ખતરનાક
પરંતુ કેટલાક લોકો ખોટી રીતે ચાનું સેવન પણ કરે છે. ક્યારેક આપણે વધારે ચા પીવી છીએ તો ક્યારેક ખાલી પેટે ચા પીતા હોઈએ છીએ અથવા તો ક્યારેક આપણે જમ્યા પછી રાત્રે ચા પીતા હોઈએ છીએ. તમને જણાવી દઈએ કે, ચા જેટલી નાની-મોટી સમસ્યાઓથી રાહત અપાવે છે, તેટલી જ ખોટી રીતે પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે પણ ખાલી પેટ ચા પીતા હોવ તો તેને પીતા પહેલા કેટલીક વાતો જાણી લો. આ માટે વાંચો આ લેખ….
નિષ્ણાંતોએ આપ્યો આ જવાબ
કેટલાક લોકો આ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે શું હાઈ બીપી અને હાર્ટ એટેકના દર્દીઓ ખાલી પેટ ચા પી શકે છે? શું ચા હાઈ બીપીના દર્દી માટે હાનિકારક છે? હકીકતમાં આજે દર બીજો વ્યક્તિ હાઈ બીપી અને હૃદયની બીમારીથી પીડાય છે. તેનું કારણ છે ખોટી લાઈફસ્ટાઈલ. આવી સ્થિતિમાં હેલ્થ નિષ્ણાતોનું માનવું છે કે મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. જેઓ હાઈ બીપી અને હાર્ટ પેશન્ટ છે, તેઓ પણ ચાથી દિવસથી શરૂઆત કરે છે. હવે સવાલ એ છે કે શું ખાલી પેટ ચા પીવી એ હાઈ બીપીના દર્દીઓ માટે ખતરાની ઘંટડી છે?
ખાલી પેટ દૂધવાળી ચા પીવાનું ટાળો
જો તમે દૂધ સાથે ચા પીઓ છો, તો તે તમારું બીપી ઘટાડવાને બદલે વધારી શકે છે. સાથે જ દૂધ સાથે ચા પીવાથી ગેસની સમસ્યાઓ થઈ શકે છે. તેથી ખાલી પેટ દૂધવાળી ચા પીવાનું ટાળો.
કઈ ચા પીવી?
જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા ચા પીવાના શોખીન છો તો હાઈ બીપીના દર્દીઓ માટે ગ્રીન ટી એક શાનદાર ઓપ્શન છે. તેનાથી તમારી હાઈ બીપીની સમસ્યા ઓછી થશે. ગ્રીન ટી એન્ટીઓક્સીડેન્ટ્સ અને કેટેચીન્સથી ભરપૂર હોય છે. આનાથી બ્લડ સર્કુલેશન પણ સુધરે છે. આ સિવાય તમે બ્લેક ટીનું સેવન પણ કરી શકો છો.