Health Tips: શિયાળાની ઋતુ પોતાની સાથે ઘણા પડકાર લઇને આવે છે. આ ઋતુમાં ઇમ્યુનિટી ખૂબ નબળી પડી જાય છે, જેના કારણે શરદી-ખાંસી, વાયરલ, ફલૂ અથવા તાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં આદુનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આદુનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવે છે.
ADVERTISEMENT
કેવી રીતે કરવો આદુનો ઉપયોગ?
આદુનું ઉપયોગ ઘણા પ્રકારે કરવામાં આવે છે, જેમકે- જમાવાની ડીશમાં, ચામાં, દૂધમાં અને સૂકું વગેરે. જો તમે આદુનું દૂધ પી શકો છો તો એ ખૂબ સારું છે. આદુને દૂધમાં નાખી પીવાથી ગુણકારી લાભ મળે છે. એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર આદુને દૂધમાં મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા થાય છે.
આદુના ફાયદા અને ઉપયોગ
એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણોથી ભરપૂર આદુથી પેટ સાથે જોડાયેલી સમસ્યા ખતમ થઇ જાય છે. જો તમારા પેટમાં કોઈ પ્રકારની સમસ્યા છે તો તમને આદુવાળા દૂધથી રાહત મળી શકે છે. પેટના દુઃખાવાની પરેશાનીમાં પણ આદુવાળુ દુધ કારગર સાબિત થઇ શકે છે.
જે લોકોને પેટની સમસ્યા જેવી કે કબજિયાત, પેટમાં દુખાવો, એસિડિટી, એસિડ રિફ્લક્સ રહે છે, એવા લોકો આદુનું દૂધ પી શકે છે. આદુમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે મળ બહાર નીકળે છે. આવી સ્થિતિમાં આદુનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સારી રહે છે.
માથાના દુખાવામાં રામબાણ છે આદુનું દૂધ
માથાના દુખાવામાં તમને આદુનું સેવન કરવાથી ફાયદો મેળી શકે છો, તેના માટે તમે 50 મિલી દૂધમાં 5 ગ્રામ સૂકા આદુની પેસ્ટ મિક્સ કરો. તેને ગાળીને નાક દ્વારા લો. તે ગંભીર માથાનો દુખાવો મટાડે છે.
ADVERTISEMENT