અમદાવાદઃ ચોમાસાના પ્રારંભમાં જ મચ્છર અને આંખો આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસમાં વધારો જોવા મળ્યો છે. જોકે આપણે ત્યાં સામાન્યતઃ એવું માનવામાં આવે છે કે આંખો આવી હોય તેની આંખમાં જોવાથી ઈન્ફેક્શન થાય પરંતુ આ માન્યતાઓથી આગળ આ રોગ અંગે જાણકારી અને તેના ફેલાવા અંગેની વિગતો હોવી જરૂરી છે. આ જરૂરિયાત એટલે છે કારણ કે તમે અને તમારા સ્વજનોને તમે તેનાથી દૂર રાખી શકો. કારણ કે હાલમાં ગુજરાતમાં 40 ટકા જેટલો વધારો આંખ આવવાના કેસમાં એટલે કે કન્જેક્ટિવાઈટિસના જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ઓપ્થલ્મિક વોર્ડમાં હવે તો રોજના 10થી 15 કેસ આવવા લાગ્યા છે.
ADVERTISEMENT
કેવી રીતે આવે છે આંખો
ગુજરાત સરકાર દ્વારા જ્યાં આ રોગને લઈને એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે ત્યાં ગુજરાતના ઘણા કોર્પોરેશને આ અંગે લોકોને જાણકારી આપવા સોશ્યલ મીડિયાનો પણ સહારો લીધો છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતોમાં સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે, છીંક કે ખાંસી દ્વારા ચેપ લાગી શકે છે. ઉપરાંત ચેગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી અને ધૂળ તથા રજકણો સાથે જ ફૂલોના પરાગરજથી પણ આંખ આવી શકે છે.
જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં યુવાઓ ગાંધીનગર પહોંચ્યા, પોલીસની સામે જ રામધૂન બોલાવી
આંખો આવે તો કેવી રીતે ખબર પડે
આંખો આવે મતલબ કે કન્જેક્ટિવાઈટિસ થાય તો ખબર કેવી રીતે પડે તો તેના કેટલાક લક્ષણો છે જેના પર ધ્યાન આપવાથી તેની ખાતરી જાતે પણ કરી શકાય છે. આ દરમિયાનમાં આંખો લાલ થવા લાગે છે. આંખોમાં ખંજવાળ આવવા લાગે છે. સતત આંખમાંથી પાણી ઝરતું રહે છે. આંખમાં દુખાવો થાય છે અને આંખોના પોપચા ચોંટી જાય છે.
સંક્રમણ થઈ જાય તો શું કરવું? અને શું ના કરવું?
સંક્રમિત વ્યક્તિએ હંમેશા ચશ્મા પહેરી રાખવા જોઈએ. ચેપી વ્યક્તિએ પોતાનો રુમાલ અલગ જ રાખવો જોઈએ એને વારંવાર હાથ ધોવાની આદત પાડવી પડશે. તબીબી સલાહ લેવાની પણ અહીં એટલી જ જરૂર છે. જાતે નુસ્ખા કરવા કરતા તબીબી સલાહ જલ્દી રોગને મટાડી શકે છે. શું નહીં કરવું તેની પણ એટલી જ જરૂર છે, જેમ કે વારંવાર આંખોને સ્પર્શ કરવાનું ટાળવું. સંક્રમિત વ્યક્તિથી અને તેની ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓથી પણ દુર રહેવું જોઈએ. જાતે નક્કી કરીને કોઈ પણ દવાના ટીપાં લઈ નાખવા જોઈએ નહીં.
ADVERTISEMENT