શું ટૂથપેસ્ટથી દાંતોને થઈ શકે છે નુકસાન? જાણો બ્રશ કરવાની સાચી રીત

Teeth Whitening Toothpaste Side Effects: જે રીતે દરરોજ શરીરની સાફ-સફાઈ કરવી જરૂરી છે, તેવી જ રીતે દાંતોની સફાઈ કરવી પણ જરૂરી છે. નહીં તો દાંતમાં કીડા પડવા લાગે છે, જેના કારણે દાંત અને પેઢામાં દુખાવો થઈ શકે છે.

Teeth Whitening Toothpaste Side Effects

શું ટૂથપેસ્ટથી દાંતોને થઈ શકે છે નુકસાન?

follow google news

Teeth Whitening Toothpaste Side Effects:  જે રીતે દરરોજ શરીરની સાફ-સફાઈ કરવી જરૂરી છે, તેવી જ રીતે દાંતોની સફાઈ કરવી પણ જરૂરી છે. નહીં તો દાંતમાં કીડા પડવા લાગે છે, જેના કારણે દાંત અને પેઢામાં દુખાવો થઈ શકે છે. આ સિવાય મોઢામાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. પરંતુ શું દાંત સાફ કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ દાંત માટે નુકસાનકારક હોઈ શકે છે? તે દાંતોની સુંદરતા વધારવાને બદલે તેને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કે દરરોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી દાંતને નુકસાન થાય છે કે નહીં. આ સાથે આજે અમે તમને બ્રશ કરવાની સાચી રીત પણ જણાવીશું.

દાંતમાં થઈ શકે છે સડો

ક્લિનિકલ ઓરલ ઈન્વેસ્ટિગેશન જર્નલ અનુસાર, દરરોજ વ્હાઈટનિંગ ટૂથપેસ્ટ કરવાથી દાંતોનો રંગ એક અથવા કે બે શેડ હળવો થઈ શકે છે, જેનાથી દાંતને નુકસાન પહોંચી શકે છે. એનાથી દાંતની સપાટી પર રફનેસ દેખાઈ શકે છે. આ સિવાય જો દાંતોના ઈનેમલને નુકસાન થાય છે, તો તેનાથી દાંતમાં સડો થઈ શકે છે. પરંતુ જો તમે યોગ્ય રીતે બ્રશ કરો છો, તો તમે વ્હાઈટનિંગ ટૂથપેસ્ટથી દાંતને થતા નુકસાનથી બચાવી શકો છો. 

દાંતોના પેઢાને થાય છે નુકશાન 

Whitening toothpastesમાં સિલિકોન, કેલ્શિયમ કાર્બોનેટ, બેકિંગ સોડા અને હાઈડ્રોજન પેરોકસાઇડ  જેવા જરૂરી પોષક તત્ત્વોની વધુ માત્રા હોય છે. જે લોકોના દાંતોના ઈનેમલનું પરત પાતળું હોય છે, તેમને આ બ્લીચિંગ એજન્ટથી નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં ઈનેમલ દાંતોમાં હાજર એક કઠોર પદાર્થ હોય છે, જે દાંતોની રક્ષા કરે છે. આ બ્લીચિંગ એજન્ટથી દાંતોની પીળાશ અને ડાઘ તો હટી જશે, પરંતુ કુદરતી સફેદી પણ ઘટશે.

શું બ્રશ કરવાથી પણ દાંતને થાય છે નુકસાન?

જો તમે તમારા દાંતને ખૂબ ઘસી-ઘસીને બ્રશ કરો છો, તો તે તમારા દાંતને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે વધુ પડતા ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો, તો તેનાથી પેઢામાં નુકસાન થઈ શકે છે. આ સિવાય તેનાથી તમારા દાંતના ઈનેમલને પણ નુકસાન પહોંચી શકે છે. તેથી તમારે હંમેશા સોફ્ટ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. તમારે ક્યારેય પણ ખરાબ બ્રશથી તમારા દાંત સાફ ન કરવા જોઈએ અને તમારે હંમેશા તમારા દાંતને હળવા હાથથી સાફ કરવા જોઈએ.

    follow whatsapp