સાવધાન! શિયાળામાં રૂમ હીટરનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો, આ જીવલેણ બીમારીનો ભોગ બની જશો

શિયાળાની ઋતુમાં લોકો ઠંડીથી રાહત મેળવવા માટે અનેક ઉપાયો અપનાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો તાપણુ કરે છે તો શહેરી વિસ્તારોમાં રૂમ હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ…

gujarattak
follow google news

શિયાળાની ઋતુમાં લોકો ઠંડીથી રાહત મેળવવા માટે અનેક ઉપાયો અપનાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો તાપણુ કરે છે તો શહેરી વિસ્તારોમાં રૂમ હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો શિયાળામાં લોકોને રૂમ હીટર ખૂબ પસંદ આવે છે, પરંતુ મોટાભાગના લોકો તેનાથી થતાં નુકસાન વિશે જાણતા નથી. મોટાભાગના રૂમ હીટરમાં લાલ-ગરમ ધાતુના સળિયા લાગેલા હોય છે, જે હવામાં રહેલા ભેજને શોષી લે છે અને તેના કારણે રૂમનું તાપમાન વધી જાય છે. આમાં રૂમમાં ઓક્સિજનનો અભાવ અને ત્વચા સાથે સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે.

 

બાળકો સંબંધિત સમસ્યાઓ

 

રૂમ હીટરનો ઉપયોગ માત્ર વડીલો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ ફાયદાકારક માનવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે રૂમ હીટરનો લાંબા સમય સુધી ઉપયોગ માત્ર બાળકોની ત્વચાને જ નહીં, પરંતુ નાકના માર્ગોને પણ નુકસાન પહોંચાડે છે. જેના કારણે બાળકોની ત્વચા પર પણ ફોલ્લીઓ થઈ જાય છે અને તેમનું નાક વહેવા લાગે છે.

 

ઓક્સિજનનો અભાવ

 

નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે, હીટરનો ઉપયોગ ક્યારેય બંધ રૂમમાં ન કરવો જોઈએ. તે હવામાં હાજર ઓક્સિજનનો ઝડપથી ઉપયોગ કરવા લાગે છે અને તેના કારણે રૂમમાં ઓક્સિજનની અછત સર્જાય છે. તેની ઉણપને કારણે લોકોને ગૂંગળામણ, ઉબકા અને માથાનો દુખાવો જેવી સમસ્યા થવા લાગે છે. તેથી જો તમારે રૂમ હીટરનો ઉપયોગ કરવો હોય, તો તમારા રૂમમાં વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખો.

 

ઝેરી ગેસથી મગજ પર પડશે અસર

 

હીટર ઘરમાં કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી ગેસ પણ છોડે છે. એવું માનવામાં આવે છે કે આ ગેસ બાળકોના મગજ પર ખરાબ અસર કરે છે. કલાકો સુધી રૂમમાં હીટર ચાલું રાખવાથી આ ઝેરી ગેસ માત્ર બાળકો જ નહીં પરંતુ વડીલોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. અસ્થમાના દર્દીઓને હીટરવાળા રૂમમાં ન બેસવાની સલાહ આપવામાં આવે છે.

સ્કિનને પહોંચાડે છે નુકસાન

 

રૂમમાં હીટર ચલાવવાથી તમારી ત્વચાને ખાસ નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં, હીટરવાળા રૂમમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી ત્વચા પરથી ભેજ ઓછો થાય છે અને તેના કારણે ખંજવાળ અથવા એલર્જી પણ થાય છે. ક્યારેક ત્વચા પર ડાર્કનેસ પણ આવે છે. આવી સ્થિતિમાં હીટરને થોડીવાર માટે રૂમમાં ચલાવો અને પછી જ્યારે રૂમ ગરમ થઈ જાય ત્યારે તેને બંધ કરી દો.

    follow whatsapp