ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા બની રહી છે ત્યારે આ વખતે ભાજપે પહેલીવાર એવુ કર્યુ છેકે, ઉમેદવારની સત્તાવાર જાહેરાત થઇ નથી ત્યાં 26 લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દીધા છે. અત્યારે કોને ટીકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યુ છે. સૂત્રોના મતે, આ વખતે ભાજપ હાઇકમાન્ડ વર્તમાન સાંસદોને રિપિટ નહી કરે તે વાત નક્કી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT