હાર્દિક કિંજલને કેવી રીતે મળ્યા અની પાછડની કહાની પણ થોડી ફિલ્મી છે..હાર્દિક પટેલની બહેન મોનિકા પટેલ અને કિંજલ બાળપણથી મિત્રો છે. બંનેએ સાથે અભ્યાસ કર્યો છે. આ કારણે કિંજલ અવારનવાર તેની મિત્ર મોનિકાને તેના ઘરે મળવા જતી હતી. અહીંથી હાર્દિક અને કિંજલ વચ્ચે મિત્રતા પણ શરૂ થઈ હતી. કિંજલ પરીખ-પટેલ સમુદાયની છે. એક ઈન્ટરવ્યુમાં હાર્દિકે કહ્યું હતું કે, ‘હું અને કિંજલ ધોરણ 6 થી 12 સુધી સાથે ભણ્યા છીએ. તેઓ અમદાવાદના ચાંદનગરી ગામમાં રહેતા હતા. નાનપણથી જ એકબીજાને ઓળખે છે.