આદિવાસી યુવકની હત્યા: ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં, તૈયાર કર્યો Plan-B

Chaitar Vasava: ચૈતર વસાવા લડી લેવાના મુડમાં, આદિવાસી યુવકની હત્યા પર મનસુખ વસાવાને આપ્યો જડબાતોડ જવાબ.

follow google news

Narmada News: કેવડિયા કોલોની ખાતે દેશનું એકમાત્ર આદિવાસી મ્યુઝિયમ 257 કરોડના ખર્ચે બની રહ્યું છે. ત્યારે ગત મંગળવારના રોજ રાત્રિના સમયે બે સ્થાનિક યુવકો સંજય તડવી અને જયેશ તડવી મ્યુઝિયમની બાંધકામની સાઈડ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં કામ કરતા 6 લોકોએ ચોરીની શંકા કરી તેમના પકડી હાથ-પગ બાંધી દીધા હતા.  જે બાદ કોન્ટ્રાક્ટરોએ ચોરીના બહાને બંને સ્થાનિક આદિવાસી યુવાનોને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં જયેશ શનાભાઈ તડવી બેભાન થઈ જતાં તેમને ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. તો સંજય ગજેન્દ્ર તડવીને રાજપીપળાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. આદિવાસી યુવકની હત્યા પર AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાને જડબાતોડ જવાબ આપ્યો છે. જુઓ ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું..

    follow whatsapp