ભારેભરખમ ટ્રેન રીક્ષા પર પડતા શું થયો રીક્ષાનો હાલ ? Gujarat tak

ભારેભરખમ ટ્રેન રીક્ષા પર પડતા શું થયો રીક્ષાનો હાલ ?

follow google news

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મેટ્રોના કામ દરમિયાન અત્યાર સુધીમાં અનેક નાના-મોટા અકસ્માતો થયા છે.સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં મેટ્રો રૂટ પર કામ દરમિયાન લોખંડના સ્ટ્રક્ચર સાથે ઉપર જતી ક્રેન લોખંડના સ્ટ્રક્ચર સાથે અથડાઈ હતી અને જમણી બાજુએ પડી હતી. અને લોખંડનું માળખું રોડ પર પડ્યું હતું.તે પસાર થઈ રહેલી ઓટો રિક્ષા પર પડ્યું હતું.જો કે સદનસીબે રિક્ષા ચાલક સુરક્ષિત રહ્યો હતો.મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ દરમિયાન ક્રેન પલટી જવાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે થાંભલા પર લોખંડનું સ્ટ્રક્ચર લગાવતી વખતે લાંબી ક્રેઈન અચાનક તેનું સંતુલન ગુમાવી રોડ પર પડી હતી.

Surat Metro Train Accident 

    follow whatsapp