Rajkot TRP Gamezone Fire: રાજકોટ અગ્નિકાંડથી આખું રાજ્ય હચમચી ઉઠ્યો છે. દુર્ઘટનામાં 28 જેટલા લોકોના મોત બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે, રાજ્ય સરકારે કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તો કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલી પણ કરી નાખી છે. તો આ મામલે આજે ધવલ ઠક્કરની આબુ રોડ પરથી ઝડપી પાડ્યા બાદ કૂલ 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. અગ્નિકાંડનો ફાઈનાન્સર અને મુખ્ય આરોપી પ્રકાશ હિરન ઉર્ફે પ્રકાશ જૈન હજુ પણ ફરાર છે. પરંતુ હવે પ્રકાશ જૈનના ભાઈની એક અરજી સામે આવી છે જેને જોઈને સવાલ ઉઠ્યા છે કે શું આરોપી પ્રકાશ જૈનનું પણ એ આગમાં સળગીને મોત થયું છે..? શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં...
ADVERTISEMENT
ADVERTISEMENT