Parshottam Rupala Controversy: રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પર અડગ રહેલા ક્ષત્રિય સમાજનું ગઈકાલે રાજકોટ ખાતે અસ્મિતા મહાસંમેલન (Kshatriya Sammelan Rajkot) યોજાયું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. રતનપર ખાતે યોજાયેલ આ મહાસંમેલન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે, તંત્ર સામે મારે કોઈ વેર નથી. હું પોલીસ તંત્રને કહેવા માગું છું કે, તમે ઉંઘ બગાડતા નહીં હું સીધો મારા ગામે જઈશ. આ ભાઈ લોકો તમારા માટે કાફી છે તેમને રોકી બતાવશો તો તમને માની જઈશ.
ADVERTISEMENT
ADVERTISEMENT