ગુજરાતમાં ચૂંટણીમાં નજીકમાં આવી રહી છે. તેવામાં ચૂંટણી ધમાસાણ પણ તેજ થઇ રહ્યું છે. હવે ધીરે ધીરે ભાજપ પણ કોંગ્રેસનાં રસ્તે જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નેતાઓના આંતરિક વિખવાદ હવે ન માત્ર ચરમસીમાએ પહોંચ્યા છે પરંતુ ખુલીને આ નેતાઓ તેને વ્યક્ત કરતા પણ ખચકાતા નથી.