Parshottam Rupala Controversy: શું 'ઓપરેશન Rupala'માં વજુભાઈ વાળા કરશે મધ્યસ્થી?

Parshottam Rupala Controversy: પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈ આજે સૌરાષ્ટ્રની ભૂમિ પર રાજપૂતોનું શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. આજે સાંજે રાજકોટથી 14 કિલોમીટર દૂર રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસમેલન મળશે.

follow google news

Parshottam Rupala Controversy: પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈ આજે સૌરાષ્ટ્રની ભૂમિ પર રાજપૂતોનું શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. આજે સાંજે રાજકોટથી 14 કિલોમીટર દૂર રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસમેલન મળશે. રતનપર મંદિર સામેના 30 વિઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની તમામ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આજે અને ગત રાતથી સમગ્ર ગુજરાત ભરના ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ જવા રવાના થયા છે. ક્ષત્રિય સમાજની માગ છે કે ભાજપ રૂપાલાની ટિકિટ કેન્સલ કરે અને તેમના સ્થાને અન્ય કોઇ ઉમેદવાર ઉતારે પરંતુ ભાજપે રૂપાલાને જ ચૂંટણી લડાવવાનું મન મક્કમ બનાવી લીધું છે. ત્યારે હાલ એક એવો સવાલ ઉભો થયો છે કે શું 'ઓપરેશન રૂપાલા'માં વજુભાઈ વાળા બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવશે.
 

    follow whatsapp