Parasottam Rupala Statement Controversy: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદિત નિવેદનની નારાજગી હજુ શાંત થઈ નથી. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના અધ્યક્ષ સ્થાને ગોંડલ (Gondal)ના શેમળા ગામે ક્ષત્રિય સમાજ સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો સહિત મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર જાહેર મંચ પરથી તમામની માફી માંગી હતી. પરંતુ હજુ ક્ષત્રિયાણીઓ લડીલેવાના મુડમાં છે.... શું આ ક્ષત્રિયાણીઓ રૂપાલાની ટિકીટ કપાવીને રહેશે?
ADVERTISEMENT
ADVERTISEMENT