Rajkot News: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા બે દિવસ પૂર્વે માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યા બાદ પણ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના આગેવાનો તેમજ સ્વયં સેવકોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ બહુમાળી ચોક ખાતે આજે કરણી સેના દ્વારા 'BJP તુજસે બૈર નહીં રૂપાલા તેરી ખૈર નહીં' સહિતના સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ રૂપાલા જાહેરમાં માફી માંગે અથવા તેમની ટિકિટ કેન્સલ થાય તેવી માગ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT