Exclusive Interview: ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયા (Jayesh Radadiya)નો વટભેર વિજય થયો હતો. તેમણે ભાજપના જ સત્તાવાર ઉમેદવાર બિપીન પટેલ ગોતા (Bipin Patel Gota)ને પછાળી શાનદાર જીત મેળવી હતી. ઈફ્કોની ચૂંટણી બાદ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુભાઈ નસીતે પ્રેસ કોન્ફરન્સ કરી જયેશ રાદડિયા સામે કાર્યવાહીની માંગ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, અમારી ઉપર જે પગલાં લીધા હતા તેવા પગલાં હવે મેન્ડેટ વિરુદ્ધ કામ કરનાર તમામ લોકો સામે લેવામાં આવે.
ADVERTISEMENT
જેના પણ હવે જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બાબુ નસિતને સણસણતો જવાબ આપ્યો છે. તેઓએ કહ્યું કે, દેશ લેવલની ચૂંટણીમાં મેન્ડેટની જરુરી નથી, રાદડિયાએ કહ્યું, મેન્ડેટની જાણ મને નહોતી. કોઈને રાજકારણમાં પડવાનો એટલો જ શોખ હોય તો સીધી રીતે રાજકારણમાં આવી જવું જોઈએ.
ADVERTISEMENT