ભાજપ દ્વારા વડોદરા અને ખેડા જીલ્લાના પ્રમુખે સ્વેચ્છાએ રાજીનામા આપ્યાની જાહેરાત કરાઈ હતી. અને બન્ને જીલ્લાના માળખાને વિખેરવામા આવ્યુ. ત્યારે ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ પદે અજયભાઈ બ્રહ્મભટ્ટની વરણી કરવામા આવી છે. અજયભાઈ બ્રહ્મભટ્ટ ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત હતા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન જીલ્લાની કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠકો પણ ભાજપના ફાળે આવી એની માટે અજય બ્રહ્મભટ્ટનો ફાળો રહેલો છે.